SURAT

નર્મદ યુનિ.ની PG અને UGમાં અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા પર રોક

સુરત: (Surat) વીર નર્મદ યુનિવર્સિટીએ (University) પીજી અને યુજીમાં ફાઇનલની અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા (Exam) યોજવા શરૂ કરેલી ગતિવિધિ ઉપર રાજયના શિક્ષણમંત્રીએ રોક લગાવી દીધી છે. કોરોનાના લીધે વિતેલા દોઢ પોણા બે વર્ષથી શિક્ષણતંત્રની હાલત ચિંતાજનક થઇ ગઇ છે. કોરોનાને લીધે શાળા કે કોલેજોમાં (College) પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાયું નહોતું. જેને કારણે મોટાભાગની શાળા અને કોલેજોએ ઓનલાઇન એજયુકેશન ચલાવી જેમ તેમ એકડેમિક ટર્મ પૂરી કરી હતી. આ વર્ષે પણ આ જ હાલત થઇ હતી. રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરની અલગ અલગ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે યુનિવર્સિટીઓને ઓફલાઇન પરીક્ષા હાલ પડતી મૂકવા સૂચનાઓ આપી છે જેને લઇને આગામી જુલાઇ મહિનાના બીજા સપ્તાહમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ફાઇનલ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષાઓ માટે યુનિવર્સિટીએ મૂડ બનાવી લીધો હતો. યુનિવર્સિટીએ આ માટે પૂરતી તૈયારીઓ પણ કરવા માંડી છે. પરંતુ હવે રાજયના શિક્ષણમંત્રી ચુડાસમાએ નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓફલાઇન પરીક્ષા નહીં લેવા સૂચનાઓ આપતા વીર નર્મદ યુનિવર્સિટીએ પણ ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવી પડશે.

ફોરેનની જેમ એડિશનલ સેમેસ્ટર કે એડિશનલ બેચ ચલાવવા સૂચનો

રાજયના શિક્ષણમંત્રી ચુડાસમાએ રાજયભરની યુનિવર્સિટીઓને વર્ષમાં જૂન મહિનામાં જ નહિં પરંતુ તે સિવાય પણ એડમિશન આપવા માટે સૂચનો આપ્યા છે. તેમને કહયુ હતુ કે આગામી સમયમાં જે કોલેજો ઇચ્છે તે કોલેજોમાં બે વાર પ્રવેશ આપી શકશે. આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતુ કે ફોરનેમાં જે રીતે એડમિશન થાય તે રીતે સ્થાનિક યુનિવર્સિટીઓ પણ આપી શકે. જે ઉમેદવારોને રેગ્યુલર બેચમાં એડમિશન ન મળે તેમને માટે એડિશનલ બેચ આશિવાર્દરૂપ સાબિત થશે. તેનાથી ફાયદાઓ પણ થશે .યુનિવર્સિટીની રેગ્યલર પ્રવેશ પ્રક્રિયા પછી એડમિશન લેવા માંગતા ઉમેદવારોને એક વર્ષ રાહ ન જોવી પડે તે માટે એડિશનલ બેચનો લાભ લઇ શકશે. તેવી જ રીતે જે સંસ્થાઓ પાસે ભૌતિક સગડવો હશે તેમને આ લાભ મળી શકે છે.

આગામી સાતમી જૂનથી સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-5 શરૂ

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપિત ડો.કે.એન.ચાવડાએ આ વર્ષે સરકારે બીજા અને ચોથા સેમેસ્ટરમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપ્યુ હોવાથી આગામી સેમેસ્ટરના કલાસ ચાલું કરવા જણાવ્યું છે. આગામી સાતમી જૂનથી સેમેસ્ટર -3 અને સેમેસ્ટર-5ના કલાસ ચાલુ કરાશે.

  • યુનિવર્સિટીનુ એકેડેમિક કેલેન્ડર
  • સેમેસ્ટર-3 અને -5નું એકડેમિક વર્ક આગામી તારીખ 7-6-2021થી શરુ
  • દિવાળી વેકેશન આગમી તારીખ -1-11-2021થી 13-11-2021
  • સેમેસ્ટર-4 અને -6નું એકેડેમિકવર્ક આગામી તારીખ 1-12-2021થી શરુ
  • નવુ એકેડમિકયર 20222-2023ની શરૂઆત આગામી તારીખ 15-62022થી કરાશે

Most Popular

To Top