National

શપથગ્રહણ પહલે PM મોદીની સંભવિત મંત્રિયો સાથે ચાય પર ચર્ચા, 100 દિવસના રોડમેપ પર કરી વાત

મોદી સરકાર 3.0 શપથ લેવા તૈયાર છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ ત્રીજી વખત મોદીના શપથગ્રહણનું સાક્ષી બનશે. આ સાથે મોદી સતત ત્રણ વખત પીએમ તરીકે શપથ લેવાના પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે. આ કાર્યક્રમ માટે વિદેશી નેતાઓ પણ દિલ્હી આવ્યા છે. ત્યારે શપથગ્રહણ સમારોહ પહેલાં નરેન્દ્ર મોદીના ઘરે NDA નેતાઓની ચાય પર ચર્ચા યોજાઈ હતી. આ દરમિયાન મોદીએ સંભવિત મંત્રીઓને 100 દિવસનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ સમયસર પૂરા થવા જોઈએ.

શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી આજે ચાય પર ભાજપના નેતાઓને મળ્યા હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત પ્રધાનોને શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને 100 દિવસના રોડમેપને અમલમાં મૂકવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા જોઈએ.

તમને જણાવી દઈએ કે કેબિનેટની રચના પહેલા પીએમ મોદી દર વખતે ચાય પર બીજેપી નેતાઓને મળે છે. વર્ષ 2014માં પણ આવી જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓને કહ્યું કે તમે બધા સરકાર પર ધ્યાન આપો અને પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તેની ખાતરી કરો.

ભાજપની રણનીતિ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાના નુકસાનને સંતુલિત કરવાની છે. નવી કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે પાર્ટીએ પીએમ મોદી, અમિત શાહ, નડ્ડા અને બીએલ સંતોષ સાથે 11 કલાકની બેઠક યોજી હતી. જણાવી દઈએ કે સીતારામન અને જયશંકરની સાથે, શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા મુખ્ય પ્રધાનો પોતપોતાના પોર્ટફોલિયોને જાળવી રાખે તેવી અપેક્ષા છે.

મીટિંગ પછી કોણે શું કહ્યું?
મિટીંગ પૂરી થયા બાદ ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને સતત ત્રીજી વખત તેમની ટીમમાં સામેલ કરીને દેશની સેવા કરવાની સૌભાગ્યપૂર્ણ તક આપી છે. મોદીજીએ દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમે તેને પૂર્ણ કરવા માટે એક ટીમ તરીકે કામ કરીશું.

ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ મનોહર લાલે કહ્યું કે મને વડા પ્રધાન કાર્યાલય તરફથી ચા માટે આમંત્રણ મળ્યું હતું તે સ્વાભાવિક છે કે પીએમ તેમની કેબિનેટની રચના કરતા પહેલા લોકોને ચા માટે આમંત્રણ આપવાની પરંપરાને અનુસરે છે. તેમને કેબિનેટમાં સામેલ કરવા માટે બોલાવવામાં આવે છે. મારા સિવાય હરિયાણાના રાવ ઈન્દ્રજીત સિંહ અને કૃષ્ણ પાલ ગુર્જર હતા.

બેગુસરાયથી ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું કે પીએમ મોદીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સિવાય બીજો કોઈ સંકલ્પ નથી. NDA છે, NDA હતું અને NDA જ રહેશે.

Most Popular

To Top