Vadodara

સંસ્કાર નગરીને લજવનારા નરાધમો સીએ અને પાવાગઢ ટ્રસ્ટી ક્રાઈમ બ્રાંચ 7 દિવસ પછી પણ ઝડપી શકી નથી

વડોદરા : ચાર્ટ્ડ એકાઉન્ટના બદલે માત્ર તેની કાર સુધી પહોંચેલી ક્રાઈમ બ્રાંચે રવિવારે પણ 10 થી વધુ શકમંદોના નિવેદનો લેવાનો દોર ચાલુ રાખ્યો હતો. પોલીસની ગોકળગાયની ગતિએ ચાલતી તપાસ અંગે સંસ્કારી ચિતિંત વર્ગ અનેક અટકળો વહેતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજીતરફ પીડિતા હજુ પણ સારવાર અને કાઉન્સિલીંગ ચાલુ હોવાથી કઈ હદે તેની સાથે નિર્દયાતાપૂર્વક દુરાચાર આચરાયો હશે તે દિશામાં અટકળો વહેતી થઈ છે. ગોત્રી દુષ્કર્મની ઘટના બન્યાના 7 દિવસ બાદ પણ પોલીસ આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનને શોધવા હવામાં બાચકા માની રહી છે. તપાસનો દોર લંબાવવાની પોલીસે આજે પણ ક્રાઈમ બ્રાંચના ગેટ બંધ કરીને બળાત્કારના ગુના સંલગ્ન શકમંદોને પૂછતાછ અર્થે ક્રાઈમ બ્રાંચમાં બોલાવ્યા હતા અને 10 થી વધુના નિવેદનો લેતા ઝીણવટભરી પૂછતાછનો દોર યથાવત રહ્યો હતો.

પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન અને સૂચનાનો યથાવત રહ્યો હતો.

પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન અને સૂચનાનો અમલ કરતી ક્રાઈમ બ્રાંચની કાબેલ પોલીસ ટીમને બંને નરાધમોની મેમરી કાર્ડની ભાળ સુદ્ધા મળતી નથી. તે બાબત જ આશ્ચર્ય ઉપજાવે છે. આટલી વિશાળ પોલીસ ટીમને બંને શાતિર અને ચાલાક આરોપીઓ હજુ પણ હંફાવી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચના હાથ ટૂંકા પડે તેવી કઈ જગ્યામાં છુપાઈ ગયા છે? બીજીતરફ શહેરના સંસ્કારી વર્ગમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, રાજુ, અશોકની વગ અને દબદબાં છેક પાટનગર સુધી લંબાયેલા હોવાથી લોકલ પોલીસ સુદ્ધા કદાચ સીધો હાથ નાંખતા અછકાતી હતી. સામાન્ય આરોપી હોય તેને ગમે તેટલા ગંભીર ગુનામાં ગણતરીના કલાકોમાં ઉઠાવી લેતી આખી ક્રાઈમ બ્રાંચ અત્યારે બે જ વાસનાભૂખ્યા વરૂઓને શોધવા શું ગોકળગાયની ગતિએ દોડી રહી છે?

તો બીજીતરફ પીડિતા હજુ પણ શારિરીક અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. નરાધમોનો દુરાચાર અત્યાચાર, બળાત્કાર, જોહુકમી, નિર્દયતાપૂર્વકના ઢોર મારનો જુલમ સહન કરી કરીને હદ ઉપરાંત ભાંગી પડી છે. તો બીજીતરફ પોલીસ ગમે ત્યારે પૂછતાછ અર્થે બોલાવી રહી છે. યુવતી સાથે સતત પડછાયાની જેમ રહીને મહિલા અગ્રણી આશ્વાસન સાથે કાઉન્સિલીંગ કરીને હૂંફ આપી રહ્યા છે. અબળા યુવતીનું ચિરહરણ કરીને આબરૂ લૂંટી ચૂકેલા બંને કામાંધ રાજુ-અશોક હવે પોલીસની આબરૂનું પણ ચિરહરણ કરે તે પૂર્વે પોલીસે સકંજામાં લઈ લેવી જોઈએ.

નિસર્ગ કોમ્પલેક્સનો ફ્લેટ શરાબ-સુંદરીઓના રંગરેલીયા માટે અશોક ઉપયોગ કરતો હતો?

દિવાળીનું નિસર્ગ કોમ્પલેક્સ તો હવે શહેરીજનોના ચર્ચાના ચગડોળે ચડી ચૂક્યું છે. વાસના ભૂખ્યા અશોક જૈન પોતાના તમામ પ્રકારના કામ કઢાવવા પ્રતિષ્ઠિત અિધકારીઓ, મિત્રો સહિતના શ્રીમંત વર્ગને રંગરેલીયા મનાવવા ફ્લેટ નં.903નો ભરપૂર ઉપયોગ કરતો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે, એ જ ફ્લેટ પીડિતાને ભાડે અપાવ્યા બાદ પણ તેના રંગીન કારનામા ચાલુ જ હતા. લાંબા અરસાથી તે ફ્લેટમાં તમામ પ્રકારની શરાબ-શબાબ અને સુંદરીઓની ઐયાશ પાર્ટીઓ થઈ ચૂકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઐયાશ અશોક સાથે ગાંઢ ઘરોબો ધરાવતા ગર્ભશ્રીમંતો અને પ્રતિષ્ઠિતોના રંગરલીયા એસીની બાજુમાં લગાવેલા સ્પાય કેમેરામાં કેદ થઈ જતા હતા. તેનો ભરપૂર ઉપયોગ શહેરના ટોપટેનમાં ચાર્ટ્ડ એકાઉન્ટન્ટમાં ગણાતો અશોક કરતો હતો. જોકે, સૌથી ભયાનક અને વિસ્ફોટક હકીકત જેમાં કંડારાઈ ચૂકી છે તે સીસીટીવી કેમેરાનું મેમરી કાર્ડ હજુ સુધી મળતું નથી? શઉં પીડિતાએ પોતાની પાસે છુપાવ્યું છે? અશોક જૈન કાર્ડ સાથે ફરાર છે? કે કુખ્યાત અને નામચીન બૂટલેગર આવ્યું સિંધીએ આ માલેતુજારોને ખંખેરવા પોતાને હસ્તક રાખ્યું છે તેવા અગણિત અટકળો અને ચર્ચાઓ સંભળાઈ રહી છે.

Most Popular

To Top