સુરત: નાનપુરા (Nanpura) ડક્કા ઓવારા (Dacca Owara) ખાતે મોડી રાત્રે બે જણા વચ્ચે બાઈક પાર્કિંગને (Bike parking) લઈને થયેલી બોલાચાલીની અદાવત રાખી બીજા દિવસે હુમલાખોરે તેના ત્રણ મિત્રોની સાથે મળી યુવક પર ચપ્પુના ઘા મારી જીવલેણ હૂમલો કર્યો હતો.અઠવા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ડક્કા ઓવારા પાસે ઝૂંપડામાં રહેતા સુખાભાઈ રામુભાઈ રાઠોડ અને તેની પત્ની મંજુબેન પુત્ર આકાશ સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 4 તારીખે રાત્રે આકાશ તેના મિત્રો સાથે ઘર પાસે આવેલા સીંગોતર માતાના મંદીર પાસે બેસી વાતો કરતો હતો. આ સમયે ડક્કા ઓવારા પર ઝૂંપડામાં જ રહેતો અંકીત મોટર સાયકલ લઈને ત્યાં આવ્યો હતો.
માતાની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી
બાઈક પાર્કીંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. મોડીરાત્રે અંકિત જતો રહ્યો હતો. પરંતુ બીજા દિવસે સવારના સાતેક વાગે ઝઘડાનો બદલો લેવા આકાશને અંકીત વસાવા તથા તેના મિત્ર નિલેશ વસાવા તથા બન્ટુરાઠોડ તથા વિકાસ નાયકા તેની પાસે આવ્યા હતા. આકાશ હજુ કઈ સમજે તે પહેલા જ તેને ઢીક મુકીનો માર મારી અંકીતે ચપ્પુ કાઢી આકાશને મારી નાંખવાના ઈરાદે શરીરે છાતી ઉપર એક, પેટના ડાબે પડખે બે તથા પાછળ પીઠના ભાગે બે મળી પાંચેક ગંભીર ઘા ઝીંકી દીધા હતા. જેથી તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. હુમલા બાદ ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. અઠવા પોલીસે ઇજાગ્રસ્તની માતાની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.