SURAT

સુરતના વેપારીને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું ભારે પડ્યું, VIP નંબર લેવાના ચક્કરમાં થયું આવું..

સુરત: નાના વરાછામાં (Nana Varchhha) રહેતા અને ઓનલાઇન વેપાર (Online Business) કરતા વેપારીને અજાણ્યા ઇન્સ્ટાગ્રામમાં (Instagram) વીઆઇપી મોબાઇલ ( VIP Mobile) નંબર. 9999999991 લેવા માટે અલગ અલગ ચાર્જીસના નામે રૂ.41838 પડાવી લેતાં કાપોદ્રા પોલીસે (Kapodra Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જોકે ઇન્સ્ટા ઉપર રીલ્સ (Reels) જોવાનું એક વેપારી યુઝર્સને મોંઘુ પડી ગયું હોવાનું આ પ્રકારની છેતરપિંડીથી ફલિત થતું હોઈ તેવું ચોક્કસ રોતે કહી શકાય.

સોશ્યલ મીડિયા ઉપર હવે આવનાવા ફ્રોડ થયા છે

સોશ્યલ મીડિયા ઉપર હવે આવનાવા ફ્રોડ થયા છે.ભેજાબાજો રોજબરોજ કોઈને કોઈ તરકીબ આજમાવીને લોકો સાથે ફ્રોડ કરવાના ગતકડાં શોધી લેતા હોઈ છે.હવે આ તદ્દન નવી રીતે ફ્રોડનો દોર શરૂ થતા સાયબર પોલીસ પણ વિચારતી થઇ ગઈ હતી.જોકે હવે સતર્ક રહેવાની જરૂર છે કારણકે સોશ્યલ મીડિયાનો લોકો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.બસ આજ વાતનો ફાયદો હેકર્સ કે પછી ભેજાબાજો ઉઠાવવાનુ ચુકતા નથી.આજકાલ રીલ્સ જોવાનો નવો ટ્રેન્ડ ચાલુ છે ત્યારે ઇન્સ્ટા જેવા પ્લૅટફૉર્મ ઉપરથી નંબર હેક કરનાર ભોજાબાજોની સંખ્યા રહી છે.


પ્રાપ્ત વિગતો મુજબ નાના વરાછા ગીરનાર સોસાયટીમાં રહેતા વિષ્ણુ અમૃત ચાવડા ઓનલાઈન વેપાર કરે છે. ગત તા.૨૩ જુલાઈએ ઈસ્ટાગ્રામ ઉપર રીલ્સ જોઇ રહ્યા હતા ત્યારે વીઆઇપી નંબર મેળવવાની એક લિંક આવી હતી. આ લિંક વિષ્ણુભાઇએ ઓપન કરતાં તેમાંથી મો.નં. 9999999991 સિલેક્ટ કર્યો હતો. અજાણ્યાએ વિષ્ણુભાઇને વધુ એક લિંક મોકલાવીને વીઆઇપી નંબર ખરીદવા માટે રૂ.2 હજાર આપવાનું જણાવ્યું હતું.

વિષ્ણુભાઇએ આ રૂપિયા આપી દીધા બાદ મોબાઇલ નંબરને જીઓમાંથી એરટેલ કંપનીમાં પોર્ટ કરાવવા વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વીઆઇપી નંબરનું પાછળનું બિલ પણ બાકી હોવાનું કહીને 4336 રૂપિયા પડાવી લેવાયા હતા. આ ઉપરાંત વિષ્ણુભાઇએ જે નંબર પસંદ કર્યો હતો તે નંબરની ખોટી કિંમત આપી હોવાનું કહીને વધારે રૂ.11 હજારની માંગ કરવામાં આવી હતી. આમ અજાણ્યાએ અલગ અલગ ચાર્જીસ તેમજ સિમ કાર્ડ એક્ટિવ કરવાના બહાને વિષ્ણુભાઇની પાસેથી રૂ.41838 પડાવી લીધા હતા. પરંતુ સિમ કાર્ડ નહીં મળતાં વિષ્ણુભાઇએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કાપોદ્રા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top