Dakshin Gujarat

નાનાપોંઢા પોલીસ છાવણીમાં ફેરવાયું: આજે વડાપ્રધાનની જાહેર સભા

વલસાડ : વલસાડના (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા (Nana Podha) સ્થિત જંગલ મંડળીના મેદાન ખાતે 6 નવેમ્બરે બપોરે 2 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) જાહેર સભાનું (Public Meeting) આયોજન કરાયું છે. જેની પૂર્વ સંધ્યાએ શનિવારે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સહિત તંત્રએ કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. વડાપ્રધાન આવવા અગાઉ સુરક્ષાના હેતુસર હેલિકોપ્ટરને પણ હેલિપેડ ખાતે ઉતારી અધિકારીઓએ જરૂરી ચકાસણી કરી હતી. વડાપ્રધાનની સભા હોઈ સમગ્ર નાનાપોંઢા વિસ્તાર, સભા સ્થળ અને હેલિપેડ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

સભા સ્થળ, હેલિપેડ સહિત સમગ્ર નાનાપોંઢામાં સુરક્ષા એજન્સીઓ તૈનાત
તો બીજી તરફ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચોધરી, ભાજપ સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ હેમંત કંસારા, કપરાડા પ્રભારી કરશન ગોંડલિયા, ઉપપ્રમુખ મુકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રાત દિવસ જોયા વિના સભાને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. સભામાં વલસાડ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારમાંથી 60 થી70 હજાર લોકો ઉપસ્થિત રહેશે. જેમાં સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહેશે. સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. બીજી તરફ નાનાપોઢા બજારમાં પણ શનિવારે નહિવત પબ્લિક જોવા મળી હતી. મહત્તમ દુકાનો બંધ જોવા મળી હતી.

Most Popular

To Top