National

આગામી ઉપરાષ્ટ્રપતિના નામની અટકળો તીવ્ર બની, નીતિશ કુમારનું નામ ટોચ પર

નવી દિલ્હી, તા. 22: ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા. ધનખડે સ્વાસ્થ્યના કારણો આપ્યા, જ્યારે વિરોધી પક્ષો દાવો કરે છે કે તેમના રાજીનામામાં નજરે પડે તે કરતાં ઘણું બધું છે. ધનખડનો કાર્યકાળ 2027માં સમાપ્ત થવાનો હતો અને બિહારની ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અટકળો શરૂ થઈ હતી, ખાસ કરીને બિહારમાં.આરજેડીના ધારાસભ્ય મુકેશ રોશને મંગળવારે દાવો કર્યો હતો કે ધનખડે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આગામી ઉપરાષ્ટ્રપતિ બનવા માટે રાજીનામું આપ્યું છે. આરજેડી આરોપ લગાવી રહી છે કે ભગવા પક્ષ નીતિશ કુમારને રાષ્ટ્રીય ભૂમિકામાં સ્થાનાંતરિત કરવા માગે છે જેથી ચૂંટણી પહેલા બિહારમાં ભાજપના મુખ્યમંત્રી માટે માર્ગ મોકળો થાય. આરજેડીએ દાવો કર્યો હતો કે કુમાર ટૂંક સમયમાં બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. આરજેડીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ જેડી(યુ)ને તોડી પાડવાનું કામ કરી રહી છે.

જો કે, જેડી (યુ)એ ારજેડીના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. જેડી (યુ)ના નેતા અને બિહારના મંત્રી મદન સાહનીએ કહ્યું હતું કે નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ નહીં બને અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા રહેશે. સાહનીએ આરજેડી પર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે એનડીએ તેના સાથી પક્ષો પર નિર્ણયો લાદતું નથી.કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ પોતાનો મુખ્યમંત્રી લઈને બિહાર ચૂંટણીમાં ઉતરશે અને નીતિશના પુત્ર નિશાંતને કદાચ ઉપમુખ્યમંત્રી પદે બેસાડવામાં આે.

ભાજપ ટોચના પદો માટે ડાર્ક હોર્સ પસંદ કરવા માટે જાણીતું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિચારણા હેઠળ રહેલા મુખ્ય દાવેદારોમાં નીતિશ કુમાર ઉપરાંત, રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને જનતા દળ (યુનાઇટેડ)ના સંસદ સભ્ય હરિવંશ સિંહ છે.સોશિયલ મીડિયા પર પણ આગામી ઉપરાષ્ટ્રપતિના નામની અટકળો શરૂ થઈ હતી. અન્ય સંભવિત ઉમેદવારોમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ સામેલ છે.

આ ઉપરાંત સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાનું નામ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે.

Most Popular

To Top