રાજયમાં હજુયે આગામી ચાર દિવસ દરમ્યાન અતિ કાતિલ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી અપાઈ છે. જેના પગલે સૌરાષ્ટ્ર , કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં કાતિલ ઠંડી રહેશે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડીને 4 ડિગ્રી સુધી પહોચી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ , અમરેલી , પોરબંદર તથા જુનાગઢમાં કોલ્ડ વેવની અસર રહેશે. કચ્છ પ્રદેશ સૌથી વધુ કોલ્ડ વેવની ઝપટમાં આવી જશે. તા.20મી ડિસે. સુધી કોલ્ડ વેવની ઝપટમાં ગુજરાત રહેશે. આજે દિવસ દરમ્યાન કચ્છન નલિયા ઉપરાંત ભૂજમાં 9 ડિગ્રી તથા નલિયા 4 ડિગ્રી સે. ઠંડી નોંધાઈ હતી. અમરેલીમાં પણ 10 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજયભરમાં કાતિલ ઠંડીના કારણે જનજીવનને અસર થવા પામી છે. શહેરી તથા ગ્રામીણજનોએ કાતિલ ઠંડીનો ધ્રુજારો અનુભવ્યો હતો.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 9 ડિ.સે., નલિયામાં 4 ડિ.સે., અમરેલીમાં 10 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 14 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.