Charchapatra

નાગપંચમી, આ સૃષ્ટિમાં દરેક જીવોનું મહત્ત્વ છે

આપણે ત્યાં ગાયની પૂજા થાય, વૃષભોત્સવને દિવસે બળદનું પૂજન થાય, વટસાવિત્રીના વ્રતમાં વડલાની પૂજા કરાય, પરંતુ નાગપાંચમ જેવા દિવસે નાગનું પૂજન થાય ત્યારે  હિંદુ સંસ્કૃતિ સિવાય બીજે કયાંય જોવા ન મળે. ઉપકારક જીવો પૂજન કરી આત્મીયતા કે માહાત્મ્ય પ્રગટ કરીએ છીએ. પણ નાગ આપણને શું ઉપયોગમાં આવે? શાસ્ત્રોમાં નાગને દેવતા તરીકે સ્વીકારાયા છે. તેનો ઉલ્લેખ, મહત્ત્વ તો ઘણી જગ્યાએ છે. કૃષ્ણવન્તો વિશ્વમાર્યમ, ઉપાસના કરતા આર્યોને અનેક પુંજોના સંપર્કમાં આવવું પડયું, ભગવાન શિવના ગળામાં તો વળી નાગ આભૂષણ બન્યો, પણ પ્રસ્તુત સમય સંદર્ભે નાગને નાગપંચમી જેવા એકાદ દિવસે દૂધ પાઇને પછીના દિવસે મારવાની આપણી વૃત્તિમાંથી જરૂર મુકિત મળવી જોઇએ. દુનિયાભરમાં 95 ટકા સાપો તો બિનઝેરી છે અને ઝેરી છે તે મોટે ભાગે સમુદ્રમાં છે.

આપણે ત્યાં ગુજરાતમાં તો વળી ફકત ચાર જ જાતના 1. કોબ્રા (નાગ), 2. રસલ્સ વાર્ધપર (કામળીયો), 3. સોસ્કેલવાઇપર (કુડસો),4. ડેટ (કાળોતરો) સાપો ઝેરી છે. તેના ઝેરમાંથી તો હૃદયરોગમાં ઉપયોગી દવાઓ બને છે અને તેનાથી મોટો માનવજાત ઉપર ઉપકાર હોય તો ઉંદર અને નુકસાનકારક જીવોનું નિયંત્રણ છે. નાગપંચમીના દિવસે પૂજા અને પછી જો દેખાય તો બેચાર જણા ભેગા મળીને મારવાની બહાદુરી બતાવવા કરતાં સાપ નાગથી મુકિત મેળવવા આપણે ત્યાં હવે એક ફોન અને થોડો સમય રાહ જોવી પડે એટલું જ અંતર છે. ફાયર બ્રિગેડ અને નેચર કલબ કે એનિમલ સેવિંગ ગૃપ જેવી સ્વયંસેવી સંસ્થાઓ પર્યાવરણનો એક ભાગ સમજી તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી પ્રશસ્ય કાર્ય કરે છે. જેઓ દરરોજ નાગપંચમી ઉજવે છે એમ ચોક્કસ કહી શકાય.
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top