પાદરા: પાદરા ના સોખડારાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદીમાં યુવાનનો પગ લપસતા મગર યુવાનને નદીમાં ખેંચી ગયો હતો બનાવની જાન ગ્રામ લોકોને થતા નદી કિનારે લોક તોડા જામ્યા હતા. દરમિયાન નદીમાં ખેંચી ગયેલા યુવાનના મૃતદેહ મગર બે કલાક સુધી નદીના પાણીમાં લઈ ફરતો રહ્યો હતો. જે કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. ઉકત બનાવ પગલે વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગના અધિકારી, વડુ પોલીસ તેમજ પાદરા ધારાસભ્ય ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા.
ત્યારે સ્થાનિક તરવૈયાઓએ યુવાનની શોધ ખોળ આરંભી હતી પરંતુ કલાકોની જહેમત બાદ પણ યુવાનની બોડી મળી આવી ન હતી, બાદમાં એનડીઆરએફની ટીમ ને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ઢાઢર નદીમાં ડેડબોડી શોધવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સાંજે 5 વાગ્યા સુધી પણ યુવાનના મૃતદેહ નો કોઈ પત્તો જડ્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા ના સોખડા રાઘુ ગામે પસાર થતી ઢાઢર નદીના પાછળના ભાગમાં નજીકમાં રહેતા ઇમરાન અલીસા દિવાન, ઉં.30 મજૂરી કામ કરે છે. નદીના પાછળના ભાગમાં નજીકમાં ઘર આવેલ હોય આજે વહેલી સવારે 7 વાગ્યે નદી કિનારે યુવાન પહોંચ્યો હતો અને ત્યાં નદીમાં કંઈક જોતા માટી પાસેથી ઇમરાન નો પગ લપસતા નદીમાં ખાબકયો હતો.
પણ કમનસીબે નદીમાં મગર હોય નદીમાં યુવાન ખાબકતાની સાથે જ મગર ઇમરાન ને ખેંચી ગયો હતો બનાવ પગલે ગામ લોકોના ટોળા નદી કિનારે જામ્યા હતા. પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા યુવાનને બહાર કાઢવા તેમજ તેની શોધખોળ કરવા કામગીરી હાથ ધરાઈ હતી સ્થાનિક તરવૈયાઓ એ સૌપ્રથમ યુવાનને શોધવા માટે શરૂઆત કરી હતી પરંતુ કલાકોની જહેમત બાદ પણ યુવાન ઇમરાનનો મૃતદેહ મળી શક્યો ન હતો.
મગરના વિકરાળ જડબામાં ફસાયેલ ઇમરાને છૂટવા માટે બાથ ભીડી છતાં મગર તેને દૂર સુધી પાણીમાં ખેંચીને લઈ જતા કાળજુ કંપાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના સંદર્ભે પાદરા વહીવટી તંત્ર નદી કિનારે પહોંચ્યુ હતું.
એક તરફ સવારે બનેલી ઘટના અને સાંજે પાંચ વાગ્યા સુધી પણ ઇમરાનની ડેડ બોળી નો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ વહીવટી મામલતદાર કે જે વસાવા દ્વારા જણાવવામાં આવેલ હતું કે ઘટના સંદર્ભ અમોને જાણ થતા અમે તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડ તેમજ વડોદરા મ્યુનિસિપલ નો સંપર્ક કરેલ હતો.
પરંતુ દશામાં વિસર્જન નો દિવસ હોય પૂરતો સ્ટાફ ન હોય જેથી અમે એનડીઆરએફ ની ટીમને પણ જાણ કરી હતી અને એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે આવીને ઇમરાનભાઈ ની શોધખોડ શરૂ કરી હતી. પરંતુ સાંજે 5 વાગ્યા સુધી પણ યુવાનનો મૃતદેહ મળી આવ્યો ન હતો. ત્યારે પાદરા ધારાસભ્ય જશપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક વખત પાદરા તાલુકાના નદી કિનારાના ગામોમાં મગર મનુષ્ય ને ખેંચી જવાની ઘટના બનેલ છે જે સંદર્ભે અમે સરકારમાં 9 હોડી સહિતના સાધનોની માંગ કરેલ છે. પાદરામાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી ઓરમાયું વર્તન રાખ્યુ હતું સમયસર સાધનોની ફાળવણી થઈ હોત તો યુવાનને બચાવી શકાત.