મીરાં નવસારીની શાળામાં ટીચર તરીકે કામ કરે ..વિદ્યાર્થીઓમાં મીરાં ટીચર એકદમ ફેવરીટ. બધાં બાળકોને પ્રેમથી ભણાવે ..ન સમજ્યાં તો ફરી ફરી સમજાવે અને લગભગ ખીજાય નહિ.મીરાંના લગ્ન સુરતના મોટા ઘરમાં નક્કી થયા.લગ્ન નક્કી થયા તે સમયે જ મીરાંએ જણાવી દીધું હતું કે મને બાળકોને ભણાવવાં ગમે છે અને મારું કામ હું ક્યારેય છોડીશ નહિ અને મને તેના માટે દબાણ કરતા નહિ અને થનાર પતિ અને સાસરા પક્ષે તેની આ વાત કબૂલ રાખી હતી.
ધામધૂમથી લગ્ન થયા..હનીમુન પરથી પાછાં આવીને માત્ર પંદર દિવસની રજા બાદ મીરાંએ પાછું નવસારીની શાળામાં ભણાવવા જવાનું શરૂ કરી દીધું.ઘરની કારમાં અપ ડાઉન કરી શકે એમ હતું છતાં મીરાં રોજ ટ્રેનમાં જ અપ ડાઉન કરતી.રોજ સવારે ઘરમાં નોકરો હોવા છતાં ચા નાસ્તો જાતે બનાવી …રસોઈની તૈયારી ઘરના મહારાજને સમજાવી …મીરાં સરસ સાડી કે ડ્રેસ પહેરીને શાળાએ જવા નીકળતી. રોજ સાસુ સસરાના આશિષ લઈને જતી. સસરા કહેતા ગાડી લઇ જા, પણ તે પપ્પા મને ટ્રેનમાં જવું ગમે છે કહીને નીકળી જતી.
એક દિવસ સ્ટાફ રૂમમાં બધાં ટીચરો બેઠાં હતાં.એક મિત્રે મીરાંને કહ્યું, ‘તું શું કામ રોજ અપ ડાઉનની માથાકૂટ કરે છે.છોડી દે આ નોકરી, તારે શું જરૂર છે આ નોકરીની ….અહીંથી મળતા પગારમાંથી તારા આ મોંઘા ચાર ડ્રેસ પણ ન આવે ; તો એવા પગારની પણ તારે શું જરૂર છે.આટલું શ્રીમંત સાસરું મળ્યું છે તો જલસા કર ને… મજા કર ..આનંદ કર …’મીરાં બોલી, ‘આનંદ જ કરું છું, હા, નસીબદાર છું કે મને શ્રીમંત અને સમજદાર ઘર મળ્યું છે.પણ મને મારાં આ પ્રેમ આપતાં બાળકોને ભણાવવું બહુ ગમે છે …મને તેમને ભણાવીને વધુ આનંદ મળે છે …મને મારું કામ ગમે છે અને તે હું ક્યારેય નહિ છોડું.’
એક આધેડ વયના ટીચર બોલ્યા, ‘પણ મીરાં, તું આ ઓછા પગારની નોકરી કરે છે તેમાં તારા શ્રીમંત સાસરાવાળાને નીચાજોણું નથી લાગતું.તારે કંઈ કામ જ કરવું હોય તો કૈંક તેમના સ્ટેટ્સ પ્રમાણે કરવું જોઈએ.’મીરાએ કહ્યું, ‘ના, ના, મેં તો લગ્ન પહેલાં જ તેમને જણાવી દીધું હતું કે મને બાળકોને ભણાવવાનું કામ ગમે છે અને એ હું ક્યારેય નહિ છોડું અને તેઓ પણ ખુશ છે કે હું મારું મનગમતું કામ મારા મનના આનંદ માટે કરું છું. બધા કામ કંઈ પૈસા માટે જ કરવાં જોઈએ તેવું જરૂરી નથી. આ કામ મારી ઓળખ છે અને તે હું હંમેશ માટે જાળવી રાખવા માંગું છું.’બધા ટીચરોએ મીરાંની ખુમારી અને સાસરાવાળાની ખાનદાનીના વખાણ કર્યાં.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.