World

“મારા પતિ હંમેશા…”, ચાર્લી કિર્ક હત્યા કેસમાં પત્નીનું ચોંકાવનારું નિવેદન.

અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કિર્કની હત્યાએ તાજેતરમાં આખા દેશમાં હચમચાવી દીધો હતો. પરંતુ હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ચાર્લી કિર્કની પત્ની એરિકા કિર્કે, તેમના પતિના સ્મારક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું કે સાંભળનાર દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. તેમણે જાહેરમાં કહ્યું કે તેઓ તેમના પતિના હત્યારાને માફ કરે છે.

પત્ની એરિકા કિર્કનું ભાવુક નિવેદન
એરિઝોનામાં યોજાયેલા સ્મારક સેવામાં જ્યાં 60,000થી વધુ લોકો ઉપસ્થિત હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. ત્યાં એરિકા કિર્કે ધાર્મિક ભાષણ આપ્યું. તેમણે કહ્યું “મારા પતિ ચાર્લી હમેશા યુવાનોને બચાવવા માગતા હતા.

એરિકાએ તેના પતિના હત્યારા માટે કહ્યું કે “તે માણસ, તે યુવાન… હું તેને માફ કરું છું. કારણ કે ઈસુ ખ્રિસ્તે પણ આવું જ કર્યું હતું અને મારા પતિ ચાર્લી પણ આવું જ કરતા. નફરતનો જવાબ નફરતથી ન આપવો જોઈએ.”

આ નિવેદને સમગ્ર સભાને મૌન બનાવી દીધા. લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કારણ કે એક વિધવા પોતાની પતિની હત્યા કરનારને માફ કરી રહી હતી.

હત્યાની ઘટના
31 વર્ષીય ચાર્લી કિર્કની તા. 10 સપ્ટેમ્બરના રોજ યુટાહ યુનિવર્સિટીના કેમ્પસમાં જાહેર ચર્ચા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. ભીડભરેલી સભામાં અચાનક હુમલાખોરે દૂરથી ગોળી ચલાવી જે સીધી કિર્કના ગળામાં લાગી હતી. ઘટનાએ તરત જ આખા અમેરિકાને હચમચાવી દીધું અને રાજકીય માહોલ ગરમાવ્યો હતો.

આરોપીની ધરપકડ
ઘટનાના થોડા દિવસો પછી પોલીસે શંકાસ્પદ હુમલાખોર ટાયલર રોબિન્સનને ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રોબિન્સનને લાગતું હતું કે કિર્ક નફરત ફેલાવી રહ્યા છે અને એ કારણે તેણે આ કૃત્ય કર્યું. જોકે અધિકારીઓએ આ દલીલને સ્વીકારી નથી અને તેને સીધો હત્યાનો ગુનો માન્યો છે.

અમેરિકામાં ચર્ચા શરૂ
એરિકા કિર્કના માફીના નિવેદન બાદ અમેરિકા ભરમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકો તેમના આ પગલાને “શાંતિ અને ધાર્મિક મૂલ્યોનું પ્રતિક” ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો માને છે કે આરોપીને માફ કરવાથી કડક કાનૂની કાર્યવાહી પર અસર ન થવી જોઈએ.

ચાર્લી કિર્ક હત્યા કેસ હવે માત્ર રાજકીય અને કાનૂની મુદ્દો નથી રહ્યો પરંતુ માનવતા, ક્ષમા અને ધાર્મિક મૂલ્યો પર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. પત્ની દ્વારા આપેલું માફીનું સંદેશો કદાચ અમેરિકન સમાજને નવો વિચાર આપશે કે નફરતનો જવાબ હંમેશા પ્રેમ અને ક્ષમા સાથે જ આપી શકાય.

Most Popular

To Top