Charchapatra

આ દેશમાં મુસ્લિમોએ પણ પ્રદાન કર્યું છે

ભારતમાં જ્યારથી મોદી શાસનનો ઉદય થયો છે ત્યારથી દેશમાં સતત હિંદુત્વવાદી સંસ્થાઓ મુસ્લીમોની દેશભક્તિ અને વિશ્વસનીયતા ઉપર સવાલો ઉઠાવી દેશનું વાતાવરણ ડહોળી રહી છે. ત્યારે મુસ્લીમોની સચ્ચાઈ જાણવી જરૂરી છે (1) વિશ્વની મહાસત્તા એવા અમેરિકામાં 2008માં પ્રથમ મુસ્લીમ રાષ્ટ્રપતિ બરાક હૂસૈન ઓબામા ચુંટાયેલા એમણે અમેરિકી પ્રજાને દેશનું બેનંબરી કાળું ધન વિદેશમાંથી પાછું લાવવાનું વચન આપેલું જે માટે એમણે ચુંટાયાના માત્ર 15 દિવસમાં કાયદો બનાવેલો અને સ્વીસ બેંકોમાંથી અમેરિકી નેતાઓએ મૂકેલા બે નંબરી 470 અબજ ડોલર પાછા લાવી દેશની તિજોરીમાં જમા કરાવી પ્રજાને વેરામાં રાહતો આપેલી!

(2) ભારતના મુસ્લીમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાના સગાઓ મહેમાન બને ત્યારે એમના ભોજનનો ખર્ચ પોતાના પગારમાંથી ચુકવતા હતા. આ મુસ્લીમ રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ એમના તમામ રૂા. કન્યા કેળવણી માટે જમા કરાવી દેવાયેલા. જે મુસ્લીમોને માત્ર ખુરશી માટે ભરી સંસદમાં ગાળો દેવામાં આવે છે. દેશભક્તિના પુરાવા માંગવામાં આવે છે એ મુસલમાનોનું આઝાદીની લડતમાં અને દેશની પ્રગતિમાં બહુ મોટું યોગદાન છે એ આજે કેટલા હિંદુઓ જાણે છે? 1962ના ચીન સાથેના યુધ્ધમાં ઉત્તમ શસ્ત્રોના અભાવે ભારતની ભયંકર હાર થયા બાદ ભારતીય સેના માટે ઉત્તમ શસ્ત્રો ખરીદવા માટે હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલીએ પોતાના શાહી ખજાનામાંથી 5000 કિલો સોનું ભારત સરકારને દાન આપ્યું હતું. આજે એ સોનાની કિંમત ગણી જુઓ. બીજી બાજુ ભારત માતા કી જય પોકારતા હિંદુ નેતાઓને જુવો તેઓ દેશને ક્યાં ક્યાંથી અને કઈ કઈ રીતે લૂંટી રહ્યા છે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોકતંત્રની તાસીર
 પ્રજા રૈયત હતી રાજા જિવાડે એમ જીવતી પ્રજાને સત્તામાં ભાગીદાર બનવાનું  થયું ત્યારથી પ્રજાને મેનેજ કરવાનું શરૂ થયું. લોકોને મેનેજ કરી શકાય. જૂઠ બોલવાથી સપનાં બતાવીને, વળી ભ્રમમાં રાખીને, શ્રેષ્ઠતાનો કેફ ચડાવીને મેનેજ કરી શકાય, ડરાવીને દબાવીને પણ રાજાશાહીમાં રાજવી પણ પ્રત્યક્ષ હોવા છતાં પહોંચની બહાર હતો જેમ ઈશ્વર પહોંચની બહાર ? આધુનિક યુગમાં લોકશાહી વિકસી જેમાં પ્રજાની સત્તામાં ભાગીદારી હોય. શાસક પ્રજાને જવાબદાર હોય છે.

શાસન પ્રજાલક્ષી હોય, વળી પ્રજા પાસે શાસકને શાસનમાંથી હટાવવાનો અધિકાર હોય, શાસકે દર બાંધી મુદતે શાસન કરવાની અનુમતિ પ્રજા પાસેથી લેવાની હોય એટલે પ્રજા શાસક માટે કેટલી માથાના દુખાવારૂપ લાગે, માત્ર એક મતની મૂડી ધરાવનાર ત્યારે પ્રજા વત્સલ રાજવીઓ હતા. એક જે પ્રજાની મરજીનું ધ્યાન રાખતા પ્રજાનાં કલ્યાણને વરેલા હતા બીજા પ્રકારે સત્તાનો મોહ  મદ ધરાવનારા કયારેય સત્તા છોડે નહીં. ત્રીજા પ્રકારનાં શાસકો પ્રજાને ચોક્કસ રીતે જ જીવવું એવી વિચારધારા ધરાવતા. જયારે લોકશાહી નહોતી ત્યારે સત્તા માટે પિતા, પુત્ર, ભાઈ ભાઈની હત્યા કરતા એ બીજ પ્રકારના શાસકો પાસે હીન કૃત્યો કરાવતો. સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. લોકશાહી અમર રહે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top