સુરતઃ સચીન વિસ્તારમાં રહેતી કિશોરીને સાથી કામદારે હિન્દુ નામ ધારણ કરી પ્રેમ જાળમાં ફસાવી હતી.જે બાદ કિશોરીને લગ્નનો વાયદો કરી અપહરણ કરી મિત્રના ઘરે ભગાવી ગયો હતો. જ્યાં તેણે તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. જો કે, તેને ખબર પડી હતી કે તે યુવક તો વિધર્મી છે. જેથી તે તેની ચૂંગાલમાંથી ભાગીને ઘરે આવી ગઇ હતી. તેણે પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતાં અંતે પોલીસે તેને ભગાડી જનાર યુવક અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- વિધર્મી હોવાની જાણ થતાં યુવતી ડાભેલથી તેની ચૂંગાલમાંથી ભાગી આવી
- પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ વાસીદ અને જૂનેદ શેખની ધરપકડ કરી
સચિન નજીકના પાલીગામમાં રહેતી રહેતી 16 વર્ષીય કિશોરી ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. 6 મહિના પહેલા કિશોરી તેની જ કંપનીમાં કામ કરતા 18 વર્ષીય વાસીદ કુરેશી નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી . આ સમયે નરાધમે હિન્દુ નામ ધારણ કરી કિશોરી સાથે મિત્રતા કેળવી હતી. વાસીદ આવર નવાર કિશોરીને ફરવા લઈ જઈ ઇમ્પ્રેસ કરતો હતો.
કિશોરીને સારું સારું બતાવી ફરવા લઈ જઈ વિશ્વાસમાં લીધી હતી. તેણે તેને લગ્ન માટે ઓફર કરી હતી પરંતુ કિશોરીનો પરિવાર તૈયાર નહીં થતાં તે તેને ભગાવીને સૌથી પહેલા નવસારી નજીકના ડાભેલ ખાતે લઈ ગયો હતો. જ્યાંથી કિશોરી બીજા દિવસે પરત સુરત ઘરે આવી ગઈ હતી.
આ મામલે પરિવારને જાણ થતાં કિશોરીના ભાઈએ સચીન પોલીસમાં વાસીદ કુરેશી અને તેના મિત્ર જુનેદ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરૂદ્ધ પોસ્કો અને અપહરણનો ગુનો નોંઘ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓને બાતમી મળતા ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા. વાસીદ કુરેશી અને જુનેદ શેખ (બન્ને રહે. ડાભેલ ગામ,નવસારી)ની ધરપકડ કરી લીધી હતી.
યુવકના મિત્રના મકાનમાં અલગ ધર્મના ફોટા હતા
સૂત્રો પાસે મળતી માહિતી મુજબ વાસીદ પેહલા હિન્દુ નામ ધારણ કરી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી.લગ્ન માટે કિશોરી પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે પ્રેમી મિત્રના ઘરે લઈ ગયો હતો. મિત્રના ઘરની બાજુમાં આવેલી એક રૂમમાં રોકાઈ હતી. જ્યાં રૂમમાં પ્રેમીએ કિશોરીના પડતાં શારીરિક અડપલા પણ કર્યા હતા.જે રૂમમાં અલગ ધર્મના ફોટાઓ જોતા ચોંકી ગઈ હતી.
બીજા દિવસે સવારે પ્રેમીને નમાજ પઢતા જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ તે બહાના કાઢી ત્યાંથી નીકળી આવી હતી. ઘરે આવી કિશોરી સતત નર્વસ રહેતી હતી. પરિવારને શંકા જતા કિશોરીની પૂછતા કિશોરીએ રડતા રડતા આખી હકીકત જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
