National

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, હિન્દુ પક્ષની અરજીઓ પર થશે સુનાવણી

લખનઉ: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે હિન્દુ પક્ષની અરજીઓ સાંભળવા યોગ્ય છે. હિંદુ પક્ષની તમામ 18 અરજીઓ પર હાઈકોર્ટ એકસાથે થશે સુનાવણી કરશે.

  • જન્મભૂમિ-ઈદગાહ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે
  • ચુકાદો આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે હિંદુ પક્ષની અરજી સાંભળવાની લાયક છે
  • જન્મભૂમિ-ઇદગાહ વિવાદની સુનાવણી હવે અયોધ્યા વિવાદની તર્જ પર થશે

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલાહાબાદ હાઈકોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને જાળવી રાખવા યોગ્ય ગણી છે. કોર્ટે મુસ્લિમ પક્ષના આદેશ 7 નિયમ 11ના વાંધાને ફગાવી દીધો છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. આ અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 31 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

હાઈકોર્ટના નિર્ણય દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે મથુરા મંદિર મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષની અરજીઓ સુનાવણી માટે લાયક છે. મુસ્લિમ પક્ષનો વાંધો હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ હિન્દુ પક્ષની અરજીઓ પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અયોધ્યા વિવાદની તર્જ પર શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદની સુનાવણી હાઈકોર્ટમાં થશે.

Most Popular

To Top