National

ઉમેશ પાલ હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપી અરબાઝનું એન્કાઉન્ટર

નવી દિલ્હી: પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેની રક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળા દિવસે હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ધટના પછી ઉત્તરપ્રદેશ પોલીસ (Police) એલર્ટ થઈ ગઈ હતી તેમજ તેઓએ કડક કાર્યવાહી શરૂ કરી હતી. સોમવારના રોજ પોલીસે ઉમેશ પાલ હત્યાકાંડ સાથે સંકળાયેલા એક આરોપી અરબાઝનું એન્કાઉન્ટર કર્યું હતું. એન્કાઉન્ટર દરમ્યાન તેનું મોત થયું હતું. આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા બાકીના આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.

જાણકારી મુજબ સોમવારના રોજ પોલીસને પીપલ ગામની આસપાસ અરબાઝ હોય તેવી જાણકારી મળી હતી જેના આધારે પોલીસે ધેરાબંધી કરી હતી. પોલીસને જોઈને અરબાઝ ડરી ગયો હતો તેમજ ફાયરિંગ કર્યું હતું જેના વળતા પ્રહારે પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું અને અરબાઝને ધટના સ્થળે જ ધાયલ થયો હતો. આ ધટનામાં એક પોલીસ કર્મચારીના હાથમાં પણ ગોળી વાગી હતી. ઉમેશ પાલની હત્યા વખતે અરબાઝ પાસે ક્રેટા કાર હતી. આ ઉપરાંત અરબાઝને પૂર્વ સાંસદ અતીક અહેમદનો નજીકનો હોય તેવી પણ જાણ મળી છે. જાણકારી મળી આવી છે કે ઉમેશ પાલની હત્યામાં સંકળાયેલા આરોપીઓમાંથી 7માંથી 2 શૂટર અતીક અહેમદ ગેંગના હતા.

પોલીસ અને STFની 10 ટીમો સતત આ કેસ ઉપર કામ કરી રહી છે. પોલીસ ઉમેશ પાલ અને તેના સરકારી ગનરની હત્યા કરનારાઓની શોધમાં તપાસ કરી રહી છે. હત્યારાઓને પકડવા માટે પોલીસ પ્રયાગરાજથી બહાર જતા માર્ગો પર વિશેષ ચેકિંગ ઓપરેશન ચલાવી રહી છે. એટલું જ નહીં પ્રયાગરાજમાં શંકાસ્પદોના અડ્ડા પર આખી રાત દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

CM યોગીએ બદમાશોને ધૂળ ચટાડવાની વાત કહી હતી
ઉમેશ પાલ હત્યાકાંડ મામલે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પણ ધમાલ મચી જવા પામી હતી. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં હુંકાર ભરતા કહ્યું હતું કે, ‘હમ બદમાશો કો મિટ્ટી મેં મિલા દેંગે’. યોગીના આ નિવેદનના ત્રીજા જ દિવસે ઉમેશ પાલના હત્યારાઓમાંના આરોપી અરબાઝને પોલીસે ઠાર માર્યો છે.

કેવી રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો
અરબાઝે પહેલા શુટરોને ઉમેશપાલની ગાડી પાસે ઉતાર્યા હતા ત્યાર પછી તે બીજી તરફ ઝડપથી ગાડી લઈ ગયો અને ફરાર થઈ ગયો હતો. તે એટલો શાતિર હતો કે સમગ્ર ઘટનામાં તે ગાડીની બહાર ઉતર્યો જ ન હતો. અરબાઝ પ્રયાગરાજના સલ્લાપુરનો રહેવાસી હતો. પોલીસને બાતમી મળ્યા પછી તેઓ અરબાઝ પાસે પહોંચી તેના ફાયરિંગનો વળતો જવાબ આપવા પોલીસે પણ ફાયરિંગ કર્યું અને આ એન્કાઉન્ટરમાં અરબાઝનું મોત થયું હતું. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીનું પણ મોત થયું હતું.

કોણ છે ઉમેશપાલ અને કેટલા સેકન્ડમાં ધટનાને અંજામ આપવામાં આવ્યો
શુક્રવારે પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

Most Popular

To Top