સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) સમઢિયાળામાં બાપ દાદાની જમીન (Land) પર પોતાનો અંગે ગઈ રાત્રે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ ગંભીર થતાં 4 લોકો ઈજાગ્રસ્ત (Injured) જ્યાર 2 લોકોના મોત (Death) થયાં હતા. મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ (Deadbody) સ્વીકારવાની ના પાડી દીધી હતી.
સમઢિયાળામાં જમીન ખેડવા બાબતે બે અલગ અલગ જાતિના જૂથો બુઘવારની મોડી રાત્રે સામસામે બાખડ્યા હતાં. ધારદાર હથિયારો સાથે બંને જૂથો એકબીજા પણ તૂટી પડ્યા હતા. ઘાયલ તમામને હોસ્પિટસ ખસેડવામાં આવ્યાં હતા. જેમાં બે ભાઈઓના મોત થયા હતા. મૃતકોની ઓળખ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનાં નામે થઈ છે. જ્યારે એક મહિલા સહિત 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ અથડામણના પગલે અને બે ભાઈઓના મોતને પગલે તેમના પરિવાર અને સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પીએમ માટે બંને ભાઈઓના મૃતદેહને હોસ્પિટલ ખસેડાતા સમાજના તમામ લોકો પણ પહોંચ્યાં હતા. એકસાથે 2 હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા હતા.
મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે સમઢિયાળામાં અમારા બાપ દાદાની 70 વર્ષ જૂની જમીન છે જેનાં પર અમે ખેતી કરી રહ્યાં છીએ. જો કે સામેના પક્ષો આ જમીન પર પોતાનો હક જમાવવા માગતા હતા તેથી આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે પણ અમારી તરફેણમાં નિર્ણય આપ્યો હતો તેમ છતાં તેઓ આ જમીન પર પોતાનો હક હોવાનું કહી અમને ધાક ધમકી આપતા હતા. મારો અને મારા કાકાનો પરિવાર ગઈ કાલે જ્યારે ખેતરે ગયા ત્યારે 10થી 15 લોકો ઘારદાર હથિયાર સાથે તેમના પર તૂટી પડ્યા હતા જેમાં મારા કાકા અને પિતાનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાર સુધી અમને ન્યાય નહિં મળશે ત્યાર સુધી અમે મૃતદેહોને સ્વીકારીશું નહિં.