Dakshin Gujarat

ઉમરગામ: પતિએ પત્ની સાથે એવું તે શું કર્યું હતું કે તેના ગાયબ થવાથી ગામમાં ચકચાર મચી ઉઠી હતી પરંતુ અંતે..

ઉમરગામ : ઉમરગામના (Umargam) ખતલવાડામાં પરિણીતાની હત્યાનો (Murder) કેસ પોલીસે (Police) ઉકેલી નાખ્યો છે. પતિએ (Husband) વહેમ રાખીને પત્નીની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ (Police) સમક્ષ કરી છે. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે તેરમોરા હોળી ફળિયામાં રહેતી હેમાંગીનીબેન (ઉ.વ.૨૦)ની શંકાસ્પદ હાલતમાં લાશ (Deadbody) મળતા અને તેનો પતિ વિકાસ માંછી ઘરેથી ગાયબ હોય ચકચાર મચી જવા પામી હતી.

  • પતિએ વહેમ રાખીને ગળુ દબાવી પત્નીની હત્યા કરી હતી
  • કામ ધંધો કરતો ન હોય અને અવાર નવાર ઝઘડો કરી ખોટો વહેમ રાખી પતિ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો
  • શંકાસ્પદ હાલતમાં લાશ મળતા અને મહિલાનો પતિ વિકાસ માંછી ઘરેથી ગાયબ હોય ચકચાર મચી જવા પામી હતી

આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાંના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ ઉમરગામના પીઆઈ આર.કે રાઠવા કરી રહ્યા હતા. શરૂઆતથી જ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પોલીસે મૃતક હેમાંગીનીબેનના પરિવારજનો પાસેથી મેળવેલી વિગતોમાં વિકાસ માછી કામ ધંધો કરતો ન હોય અને અવાર નવાર ઝઘડો કરી ખોટો વહેમ રાખી હેમાંગીની સાથે ઝઘડો કરતો હતો. વિકાસ માછીએ જ હેમાંગીનીને મારી નાખી હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પીએમ રિપોર્ટમાં પણ શ્વાસ રુઘાવાથી મોત થયું હોવાનું તારણ ડોક્ટરે જણાવ્યું હતું.

આ તરફ નાસી ગયેલા વિકાસને શોધવા ઉમરગામના પી.આઈ આર.કે.રાઠવા, પો.કો.અમિત એકબાલ, મયુરભાઈ દશાભાઈ સહિત પોલીસ કર્મીઓ કામે લાગતા આરોપી વિકાસ માછીને ખતલવાડાથી જ દબોચી લીધો હતો. અને ઉમરગામ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતા વિકાસ માછીએ ગળું દબાવીને હેમાંગીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.રાઠવા અને ટીમે ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

Most Popular

To Top