સુરત(Surat): ભેસ્તાન (Bhestan) રેલવે ટ્રેક નજીક નજીવી બાબતે થયેલા ઝઘડામાં રીક્ષા ચાલક સહિત 4-5 જણા એ એક શ્રમજીવીને નવા વર્ષની રાત્રે ચપ્પુના ઘા મારી પતાવી દેતા (Murder) પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રો એ કહ્યું હતું કે બાઇક આગળ પાર્ક રીક્ષા હટાવી દેવા બાબતે થયેલી બોલાચાલીમાં રાજાકિશને જીવ ગુમાવ્યો છે. 6 બહેનો નો લાડકો ભાઈ હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઘટના 31 મી ની રાત્રે લગભગ 10 થી 10:30 વચ્ચે બની હતી. એક યુવક ને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હતો. તપાસ કરતા યુવકનું નામ રાજા કિશન ગાયકવાડ હોવાનું બહાર આવ્યું હતું. બાઇક આગળ પાર્ક રીક્ષા હટાવવા બાબતે રજુઆત કરતા ઝગડો થયો હોવાનું અને ત્યારબાદ રાજા કિશનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પરિવારે જણાવ્યું હતું કે રાજા કિશન માત્ર 20 વર્ષનો હતો. મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 6 બહેનોમાં બે ભાઈઓમાં સૌથી નાનો હતો. મૂળ મહારાષ્ટ્ના રહેવાસી રાજા કિશન રાત્રે પોતાની મહાદેવ નગર-2 સોસાયટીમાંથી સામેની સોસાયટીમાં જવા નીકળ્યો હતો. ત્યારે આજ સોસાયટીમાં રહેતા ઉદય ઉર્ફે ગોલું નામના યુવક રીક્ષા ચાલક સાથે રીક્ષા હટાવા બાબતે ઝગડો થયો હતો. ઝગડાના એક કલાક બાદ ઉદય ઉર્ફે ગોલું એ રાજા કિશન ને એકલો જોઈ મિત્રો સાથે હુમલો કરી દીધો હતો. જેમાં રાજા કિશનનું મોત નિપજ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે હત્યા પાછળ વાહન કાઢવામાં અડચણરૂપ રીક્ષા હટાવવા નો ઝગડો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ રાજા કિશનનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળની તપાસ શરૂ કરાશે. હત્યારાઓ હાલ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.