Charchapatra

સુરતમાં મુન્નાભાઈ MBBS

સુરતના ડિંડોલી અને પાંડેસરાના શ્રમિક વિસ્તારોમાં બોગસ ડોક્ટરો દવાખાનાં ખોલીને પ્રેક્ટીસ કરતા હોવાની માહિતી સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળતાં એસ.ઓ.જી.ની 15 ટીમો અને પાલિકાની 5 ટીમોએ સાથે મળી સવારના સમયે ચેકીંગ કરતાં 16 ક્લિનિકો પર દરોડા પાડતા 16 એ 16 બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા. આ બોગસ ડોક્ટરો પાસે દવાખાનામાં વપરાતી તમામ પ્રકારની દવાઓ ઈન્જે. સાધનો મળી આવતાં તે મુદ્દામાલ કબજે કરવામાં આવતાં. આ બોગસ ડોક્ટરો કોઈ ડોક્ટરને ત્યાં અથવા હોસ્પિટલમાં સામાન્ય નોકરી કરી તેઓ બોગસ ડિગ્રી બનાવી સ્લમ વિસ્તારોમાં ક્લિનિક ખોલી ડોક્ટર બની ગયા હતા. પકડાયેલા ડોક્ટરો ધો-12 પાસ હતા અને તેઓ છેલ્લાં 2-3 વર્ષથી પ્રેક્ટીસ કરતા હતા. આ તપાસ બાદ ડિગ્રી ક્યાંથી મેળવી તે હવે પછીની તપાસનો વિષય પણ સાથે જોડાયો છે અને તેઓને સુરત મનપાનું ગુમાસ્તાનું લાઈસન્સ પણ લીધું હતું.

આ 16 ડોક્ટરોમાં 4 ડોક્ટરો પશ્ચિમ બંગાલના, 6 ડોક્ટરો યુ.પી.ના, 2 ડોક્ટરો મહારાષ્ટ્રના, 3 ડોક્ટરો બિહારના અને 1 ડોક્ટર એમ.પી.નો મળી આવ્યો છે. આ ચર્ચાપત્રની કોલમમાં મેં અગાઉ બે વાર લખ્યું છે કે ભારતમાં તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો પણ પાસપોર્ટ-વિઝા જેવી વ્યવસ્થા બનાવવી પડે તેવી પરિસ્થિતિ છે. પરપ્રાંતીયો તડીપારો, ગુનાહિત કૃત્ય કરી વિકસિત શહેરમાં ઘૂસી જઈ પોતાને અનુકૂળ પડે તેવો કામ-ધંધો કરતાં થઈ જાય છે અને તેઓનું માનસ જ ગુનાહિત હોવાથી ન કરવાનું બધું જ તે કરવા માંડે છે અને ખૂબ બધું થઈ જાય ત્યારે કાયદો અને વ્યવસ્થા હરકત આવે છે, તે આપણી કરમ કહાણી છે.

આ કોલમ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને એસ.ઓ.જી.ની વિનંતી કરવામાં આવે છે કે, રખડતાં ભિખારીઓ, જેમાં બાળકો અને સ્ત્રી-પુરુષોની ભારતીય ચકાસવાની જરૂર છે. ભાડેથી ફરતી રીક્ષાઓના ચાલકો પણ પરપ્રાંતીય હોય છે અને રીક્ષાએ ગુનાઓનો અડ્ડો બની ગયો છે ત્યારે રીક્ષા અને તેના ચાલકોની પણ તપાસ થવી જ જોઈએ. આપણો કાયદો-વ્યવસ્થા સંભાળતા એરકંડિશનમાં બેસતા અધિકારીઓ આ બાબતે ગંભીર બને તો સુરત-ગુજરાત ખૂબ મોટા અકસ્માતમાંથી બચી શકે તેમ છે અને તેનું બની ગયેલ ઉદાહરણ સાબરમતી એક્સપ્રેસનું પૂરતું છે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top