દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં સ્વેચ્છાએ દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા નાનાં દબાણ કરતા લોકો ને નોટિસ આપી.? ત્યારે પાકાં દબાણ કારો અને મોટાં દબાણ કારો દૂર કરવાં નોટિસ કેમ નથી અપાતી ત્યારે નગરપાલિકા પર અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ઝાલોદ શહેરમાં એવા અનેક સ્થળો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતાં નથી અને નગરપાલિકા દ્વારા નાના કેબિન અને હાથલારી વાળા અને પથારા વાળાનું દબાણ દેખાતું હોય છે અને મોટા ગેરકાયદેસર દબાણો જોવાતા જ નથી એવું લાગે છે
ઝાલોદ શહેરમાં નાનાં કાચા દબાણો કામચલાઉ હોય છે તેવાં દબાણ કારો સ્વેચ્છાપૂર્વક દૂર કરતા હોય છે ત્યારે મોટા અને પાકાં દબાણો વષોથી અને આજદિન સુધી યથાવત છે ત્યારે સરકારી તંત્ર દ્વારા મોટા દબાણ કારો ને આજદિન સુધી હટાવી શક્યું નથી ત્યારે હવે દબાણ ઝુંબેશમાં મોટા દબાણ કારો ને હટાવી શકશે.? કે પછી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવશે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ઝાલોદ શહેરમાં નકશા મુજબ દબાણો દૂર કરવામાં આવે તો અનેક ગેરકાયદેસર બાંધકામ તેમજ કોમન પ્લોટો પર પણ ગેરકાયદેસર બાંધકામ નીકળી શકે તેમ છે.
ત્યારે સરકારી જમીનો પણ નીકળી શકે તેમ છે સામાન્ય પ્રજાની એવી માંગ છે કે ઝાલોદ શહેરમાં નકશા મુજબ દબાણો દૂર કરવામાં આવે તો અનેક મોટા ભાગના દબાણો દૂર થઈ શકે તેમ છે આવું થશે તો જ ઝાલોદ શહેરની પ્રજાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. ત્યારે મોટા દબાણ કારો નેં હટાવવા માટે સામાન્ય પ્રજાની માંગ ઉઠવા પામી છે હવે જોવાનું રહ્યું કે જીલ્લા કલેકટર સાહેબ દ્વારા ઝાલોદ શહેરમાં દબાણો નકશા મુજબ દૂર કરવામાં આવે છે કે પછી નકશા વગર દૂર કરવામાં આવે છે એ તો જોવાનું રહ્યું આમ આખા દાહોદ જિલ્લામાં ચચૉનો વિષય બનવા પામ્યો છે.