Vadodara

પાલિકા તંત્રની હોસ્પિટલને સીલ મારવાનું નાટક : 114ને નોટીસ અને 3ને સીલ

વડોદરા: મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખા દ્વારા શહેરની હોસ્પિટલો અને કોમ્પ્લેક્સને પાર્કિંગ અંગે ખુલ્લી જગ્યા કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. પાલિકા દ્વારા અગાઉ હોસ્પિટલ અન કોમ્પલેક્સ મળી કુલ 114 મિલકતોને સીલ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ છતાં હોસ્પિટલ સંચાલકો દ્વારા પાર્કિંગની યોગ્ય સુવિધાઓ ઉભી ન કરતા આજે 3 હોસ્પિટલમાં પાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તબીબો પાસે હંમેશા સમાજ કંઈક પ્રેરણા લેતો હોય છે પરંતુ સાંપ્રત સમયમાં આ તબીબો જ ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે અને તેઓનું કોઈ શું બગાડી લેશે તે રીતે બિન્દાસ્ત બની ગયા છે. શહેરના કેટલાય તબીબોએ આડેધડ બાંધકામ કરી નાખ્યું છે. નીતિ નિયમોને નેવે મૂકીને મન મરજી મુજબ બસ લક્ષ્મીજીની આરાધનામાં જ ઓળઘોળ થઇ ગયા છે. આવા કેટલાય તબીબો સામે પાલિકાએ 114 હોસ્પિટલ ને નોટિસ જારી કરી છે. પરંતુ તેના ઉપર હાલ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.

તબીબોને ધરતી ઉપર ભગવાનનું રૂપ માનવામાં આવે છે કારણ કે તેઓ લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. પરંતુ જેઓને આ દરજ્જો આપવામાં આવ્યો છે તેઓની કામગીરી શેતાન જેવી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના લક્ષ્મી લાલચુ તબીબોએ પોતાનો વ્યાપ અને વિસ્તાર વધારવા માટે નીતિ નિયમોને ઘોળીને પી ગયા છે. અને બિન્દાસ્ત રીતે ગેરકાયદેસર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. શહેરના 114 હોસ્પિટલ ને નોટિસ આપવામાં આવી હતી જેમાંથી માત્ર ત્રણ હોસ્પિટલ ને સીલ કરાતા પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. જેટલા તબીબોનું લિસ્ટ હાલ આવ્યું છે તેને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

કઈ હોસ્પિટલને સીલ
તીર્થ હોસ્પિટલ, કારેલીબાગ
ઇસાનીયા હોસ્પિટલ, ગોત્રી
મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટ હોસ્પિટલ
દર્દી ન હોય તેવા રૂમો પણ સીલ કરાયાં
સીલ કરાયેલ હોસ્પિટલમા મેડિકલ સ્ટોર, એડમિ્ટ્રેશન અને જે રૂમો મા દર્દી ન હોય તેવા ને પણ સીલ કરી દેવાયા છે.
પરિમલ પટણી – ડેપ્યુટી ટીડીઓ

Most Popular

To Top