વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા વચ્ચે આવતા ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો તોડવાની ઝુબેશ હાલ ચાલુ છે. ત્યારે ગત રોજ જ પાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્તારનાં ધાર્મિક દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. તેમાં શહેરના સોમતળાવ, સયાજીગંજ અને તાંદલજા વિસ્તારના ધાર્મિક દબાણો દુર કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પાલિકા દ્વારા રાવપુરામાં ૨૫૦ ફૂટ જેટલી ગેરકાયદેસર રેલીંગ અને નતાશાપાર્કમાં કમ્પાઉન્ડની વોલ તોડી પાડવામાં આવી હતી.
વાહનવ્યવહારથી ધમધમતા દાંડીયાબજાર-ટાવર રોડ પરની જૂની નવરંગ ટોકીઝની બાજુમાં આવેલી ઉત્સવ હોટલની સામે રોડ રસ્તા વચ્ચે આવતા ગેરકાયદેસર રીતે બનેલી અઢીસો ફૂટ લાંબી રેલીંગ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવી હતી. જયારે બીજી બાજુ મીલીટરી બોયઝ ચાર રસ્તા પાસેની નતાસાપાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર બનેલી ૧૦ ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડની દીવાલ તોડી પાડવામાં આવી હતી. આમ પાલિકા દ્વારા વડોદરા શહેરમાંથી ગેરકાયદેસર બનેલા દબાણો તોડવાની ઝુબેશ આજે પણ ચાલુ જ હતી.
પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાથી મઝાર અને દરગાહ સહિત ત્રણ ધાર્મિક સ્થાનો પર પલીક દ્વારા ગતરોજ બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારે આજ રોજ પાલિકા દ્વારા શહેરમાં ફરી એકવાર એક્શન મોડમાં આવી હતી અને દાંડિયાબજાર રોડ પર આવેલ નવરંગ સિનેમાની બાજુમાં આવેલ ઉત્સવ હોટલની સામે જાહેર રોડ રસ્તા વચ્ચે આવતી ૨૦૦ થી ૨૫૦ ફૂટ જેટલી લાંબી રેલીંગ કેટલાય વખતથી ગેરકાયદેસ બનાવવામાં આવી હતી. આ અંગે પાલિકાની દબાણ શાખાને વારંવાર ફરિયાદો મળતા પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તે રીલીંગને તોડી પાડવામાં આવી હતી. તેવી જ રીતે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ મીલીટરી બોયઝ હોસ્ટેલ સામેના ચાર રસ્તા પર આવેલી નતાશા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર બનાવેલી ૧૦ ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડની દીવાલ પાલિકાની દબાણ શાખાની દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી. તોડી પાડવામાં આવશે.