SURAT

સુરતમાં પાલિકાનો સપાટો: 145 હોસ્પિટલને સીલ કરાઈ, આ વિસ્તારની 266 દુકાનોને તાળાં માર્યા

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા બીયુસી (BUC) વિનાની મિલકતો (Property) સામે કડકાઈ ભર્યું વલણ અપનાવામાં આવ્યું છે. પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં કમર્શિયલ પ્રોપર્ટી સીલ કરી છે. પાલિકા દ્વારા BUC વિનાની શહેરની 145 હોસ્પિટલ સીલ (Hospital seal) કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો (Shop) પણ સીલ કરી દેવાઈ છે. હાઇકોર્ટની (High Court) તાકીદને પગલે પાલિકાએ કડકાઈભર્યું વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બીયુસી તથા ફાયર સેફ્ટી વિનાની મિલકતો બાબતે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી અંતર્ગત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં કરાયેલા આદેશ અનુસાર રાજ્ય સરકારે તમામ મનપાઓને આવી મિલકતો સામે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. તેમજ બીયુસી તેમજ ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો માટે ૩૧ ડિસેમ્બર અને શાળાઓ માટે ૩૧ï જાન્યુ.-૨૦૨૨ સુધીમાં એક્શન પ્લાન રજૂ કરવા આદેશ કર્યો છે. હવે ૨૩ ડિસેમ્બરે વધુ સુનાવણી હાïથ ધરાનાર હોવાથી મનપા કમિશનર દ્વારા સેન્ટ્રલ ટીડીઓ વિભાગ અને તમામ ઝોનના ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેરોï, ફાયર વિભાગના અધિકારીઓની બેઠકમાં મનપા કમિશનર દ્વારા આદેશ આપીને આવી મિલકતો સીલ કરવા તાકીદ કરાઇ હતી. જેના ભાગરૂપે ગુરુવારે સેન્ટ્રલ શહેરી વિકાસ વિભાગ દ્વારા આક્રમક કાર્યવાહી-ઝુંબેશ હાથ ધરી હતી અને પહેલાં દિવસે જ મોટા વરાછામાં 170 દુકાન તથા અડાજણમાં 96 દુકાનને સીલ મારી દેતાં ફફડાટ મચી ગયો છે. ઉપરાંત 145 હોસ્પિટલમાં પણ સીલિંગની કાર્યવાહી કરાઇ છે. જો કે, કોવિડની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલોને પૂરેપૂરી સીલ કરવાને બદલે આંશિક કાર્યવાહી કરવામાં આવી છે.

તમામ ઝોન, સેન્ટ્રલ ટીડીઓ વિભાગ તથા ફાયર વિભાગે સંકલન કરી બીયુસી વિનાની હાઇરાઇઝ મિલકતો, કોમર્શિયલ મિલકતોï તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ ધરાવતી અથવા મનપાની નોટિસો છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં પાલન નહીં કરતી મિલકતો સામે શિક્ષાત્મક કાર્યવાહીï, સીલિંગની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોવાથી ઝોન વિસ્તારના કાર્યક્ષેત્રમાં આવતી મિલકતો બાબતે ઝોન સ્તરે અને હાઇરાઇઝ રહેણાકï, કોમર્શિયલ મિલકતોમાં સીલિંગ સહિતની કામગીરી સેન્ટ્રલ ટીડીઓ દ્વારા કરવામાં આવશે એવું નક્કી થયા બાદ ગુરુવારે શહેર વિકાસ અધિકારી ધર્મેશ મીસ્ત્રીના માર્ગદર્શનમાં ઝુંબેશ હાથ ધરાઇ હતી, જેમાં મોટા વરાછામાં ટીપી-24 એફપી-41 સ્થિત રાધિકા અપટીમા શોપિંગ સેન્ટરનું બીયુસી ન હોવાથી બિલ્ડિંગની 170 દુકાનને સીલ મારી દેવાયું હતું.

જ્યારે ટીપી-14 અડાજણમાં એફપી-1 પૈકી પ્લોટના સ્કાર લેટ શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની 48 તથા પ્રથમ માળની 48 દુકાન મળી કુલ 96 દુકાનને સીલ કરાઇ હતી. હવે શુક્રવારે શહેરમાં બીયુસી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતોïનાં સીલિંગની કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. શહેરી વિકાસ અધિકારી ધર્મેશ મીસ્ત્રીએ જણાવ્યું હતું કે, મનપા પાસે જે સરવે ઉપલબ્ધ છે. તેમાં કુલ 586 મિલકતમાં બીયુ સર્ટિ. નહીં હોવાનું જણાયું છે. આ પૈકી બીયુ તથા ફાયર સેફ્ટી વગરની કુલ 199 હોસ્પિટલને કાર્યવાહીની નોટિસ ફટકારાઇ હતી. જેના પગલે 25 હોસ્પિટલ જૂની ઇમ્પેક્ટ ફી સહિતની મંજૂરીઓ રજૂ કરી બીયુ મેળવી લીધાં હતાં.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સિયલી અને કમ્પિલિટ સીલિંગ કરાયું છે. શુક્રવારે એટલે કે આજે પાલિકા કમિશનર ગાંધીનગરની સમીક્ષા બેઠકમાં સમરી સાથે હાજર રહેશે. શહેરમાં કુલ 174 હોસ્પિટલો પરવાનગી વગર જ ચાલી રહી હોવાનો રિપોર્ટ પણ રજૂ કરાશે. પાલિકાના સૂત્રોએ કહ્યું કે, શહેરમાં આવી 586 મિલકતો છે. જેમાં આગામી 5 દિવસ સુધી સીલિંગની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top