ભારતમાં આજ સુધીનું સૌથી વિશાળ કન્ટેનર વેસલ અદાણીના મુંદ્રા બંદરે આવ્યું

સુરત: (Surat) અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.અને સીએમએટી વચ્ચેના સંયુક્ત સાહસની એસીએમપીટી લિ.ના મુંદ્રા (Mundra Port) કન્ટેનર ટર્મિનલ ખાતે વિશ્વના વિરાટ માલવાહક કન્ટેનર (Container) જહાજ (Ship) એપીએલ રેફ્ફલેસનું આજે આગમન થયું છે. જે ભારતમાં આવનાર સૌથી વિરાટ કન્ટેનર છે.

  • અદાણીના મુંદ્રા બંદરે આજ સુધીનું સૌથી વિશાળ કન્ટેનર વેસલનું આગમન
  • કન્ટેનરની લંબાઇ ૩૯૭.૮૮ મીટર અને પહોળાઇ ૫૧ મીટર છે
  • ચાર ફુટબોલ મેદાન જેટલું વિશાળ જહાજ લાંગરતાં ઇતિહાસ સર્જાયો

સીએમએ સીજીએમ લાઇનના શિપીંગ લાઇનના કાફલામાંનું સૌથી મહાકાય કન્ટેનર વેસલ એપીએલ રેફ્ફલેસ છે. આ વેસલનું બાંધકામ 2013માં કરવામાં આવેલું છે. 17672 DWT (ટન)ના 17292 TEU ક્ષમતાના આ કન્ટેનરની લંબાઇ ૩૯૭.૮૮ મીટર અને પહોળાઇ ૫૧ મીટર છે, જે ચાર ફુટબોલ મેદાન બરાબર થાય. મુન્દ્રા પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. 2021 માં, મુન્દ્રા બંદર ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ બન્યું હતું અને હવે બંદરે તેના એક ટર્મિનલ પર સૌથી મોટું કન્ટેનર જહાજ ઉતાર્યું છે. એપીએલ રેફ્ફલેસ વેસેલને મુંદ્રા પોર્ટેે હેન્ડલ કરીને મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે અદાણીએ બંદરની ક્ષમતાને પુરવાર કરવા સાથે ભારત અને તેના મુખ્ય વેપારી ભાગીદારો વચ્ચે વેપાર વધારવામાં ACMTPLની ભૂમિકાને પણ દોહરાવી છે.

બર્થિંગ સમયે જહાજનો ડ્રાફ્ટ 14.8 મીટર હતો, ડિસ્પ્લેસમેન્ટ 2,01,548 MT હતો અને વેસલમાં 13,159 TEU કાર્ગો હતો. આ જહાજ ગલ્ફ, ગ્રેટર ચાઈના અને દક્ષિણપૂર્વ એશિયામાંથી આયાત માલ લઈને મધ્ય પૂર્વથી આવ્યું છે. મુન્દ્રા પોર્ટ પર જ્યારે તેનું બર્થિંગ થયું ત્યારે આ કન્ટેનર વેસલમાં લગભગ 4000 TEUs આયાત, નિકાસ અને ટ્રાન્સ-શિપમેન્ટ કન્ટેનરનો વિનિમય કર્યો હતો.

Most Popular

To Top