Gujarat

મુન્દ્રા પોર્ટ ઉપરથી 48 કરોડની ચાઇનીઝ બનાવટની ઇ સિગરેટ ઝડપાઇ

ગાંધીનગર : રેવન્યૂ ઇન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે મુદ્રા પોર્ટ (Mundra Poert) પર મહત્વનું ઓપેરશન (Operation) હાથ ધરીને ચીનની બનાવટની ૪૮ કરોડની ઈ સિગરેટ (E-Cigarettes) જપ્ત કરી લીધી છે. ઊભા પોતા કરવાની સામગ્રીની આડમાં ઇ સિગરેટ આયાત કરાઈ હતી. જો કે આ કન્ટેનરની (Container) તપાસ કરતાં તેમાંથી ઈ સિગરેટ મળી આવી હતી.રેવન્યૂ ઇન્ટેલિજન્સના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, ચીનથી પ્રતિબંધિત ઈ સિગરેટ ગુજરાતમા ધુસાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે જે કન્ટેનર વિશે માહિતી મળી હતી તે અંગે તપાસ કરતાં ઊભા પોતા કરવાની સામગ્રી કન્ટેનરમાંથી મળી આવી હતી.

એલસીડી રાઈટીંગ પેડ ( 8.5 ઈંચ ), રમકડા મળી આવ્યા હતા
આ કન્ટેનરની અંદર ઊભા પોતા, હેન્ડ મસાજ ઉપકર , એલસીડી રાઈટીંગ પેડ ( ૮.૫ ઈંચ ), રમકડા મળી આવ્યા હતા. તેની પાછળના ભાગમાં કેટલાક મોટા કાર્ટુન હતા તે વધુ વજનવાળા લાગતા હતાં. તેમાં તપાસ કરતાં ૨૫૦ કાર્ટુનમાંથી ૨ લાખ ઈ સિગરેટ મળી આવી હતી . જયારે વધુ ૧ કાર્ટુનમાંથી ૪૦૦ ઈ સિગરેટ મળી આવી હતી. જે જુદી જુદી ફલેવરની હતી. આ કન્ટેનર સીઝ કરી લેવાયુ છે જપ્ત કરાયેલી ઈ સિગરેટની માર્કેટ વેલ્યુ ૪૮ કરોડ જેટલી થવા જાય છે.ડીઆકરઆઈના સૂત્રોએ કહ્યું હતું અગાઉ ૪થી સપ્ટેમ્બરના રોજ સુરતમાંથી ૨૦ કરોડની કિંમતની ઈ સિગરેટ મળી આવતા તે જપ્ત કરાઈ હતી.

રમકડાંની આડમાં સુરતમાં ઘૂસાડાતી 20 કરોડની ઈ-સિગારેટ પકડાઈ હતી
સુરત: કચ્છના મુન્દ્રા સેઝથી ટ્રકમાં નીકળેલા શંકાસ્પદ કન્ટેનરને લગતી બાતમી મળતાં સુરત ડીઆરઆઈની ટીમ સુરત-મુંબઇ હાઇવે પર ગોઠવાઈ હતી. એ દરમ્યાન પલસાણા હાઇવે પર ટ્રક આવી પહોંચતા ડીઆરઆઈની ટીમે કન્ટેનરની તપાસ કરતાં ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવેલા રમકડાંમાં 20 કરોડની કિંમતની 85,000 ઇ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. ડીઆરઆઈએ ડ્રાઇવરની પૂછપરછ કરતાં આ જથ્થો મુંબઇ લઈ જવામાં આવી રહ્યાની માહિતી આપી હતી. રમકડાંની આડમાં મુંબઇ જઈ રહેલી 85,000 સિગરેટ પૈકી એક સિગરેટની ભારતીય માર્કેટમાં 2400 રૂપિયાની કિંમત થાય છે. આ ઇ-સિગારેટ ભારતમાં ઇમ્પોર્ટ કરવા પર પ્રતિબંધ છે. જેથી ડીઆરઆઈ એ સિગારેટના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
જીપીએસ સિસ્ટમથી ટ્રકને ટ્રેક કરી રહેલો મુંબઇનો પરવેઝ આલમ પલસાણા આવતાં પકડાયો
પ્રતિબંધિત સિગારેટનું કન્ટેનર પકડતી વખતે સુરત ડીઆરઆઈના હાથમાં બગાસું ખાતા પતાસું આવ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. 20 કરોડની પ્રતિબંધિત સિગારેટ મંગાવનાર મુંબઇનો પરવેઝ આલમ જીપીએસ સિસ્ટમથી ટ્રકની મુવમેન્ટ ટ્રેક કરતો હતો. પલસાણા પાસે આ ટ્રક લાંબો સમય ઊભી રહેતા તે પલસાણા આવી પહોંચ્યો હતો અને ટ્રકમાં રમકડા છે છતાં કેમ અટકાવી એમ ડીઆરઆઈના અધિકારીઓની હાજરીમાં ડ્રાઈવરને ખખડાવ્યા બાદ ડીઆરઆઈના અધિકારીઓ સાથે જીભા જોડી કરી હતી. જેથી અધિકારીઓએ ‘તને પકડવા માટે જ ટ્રક અટકાવી’ હોવાનું જણાવી પરવેઝ આલમની અટકાયત કરી હતી. આરોપી સામેથી એ રીતે પકડાઈ ગયો હતો.

Most Popular

To Top