મુંબઈ: (Mumbai) જો રૂ. 13 લાખનો માલ ચોરી (Theft) થયો હોય અને એ પરત મળે ત્યારે તેની કિંમત 8 કરોડ જેટલી થઈ જાય તો તેને તમે ચોરી કહેશો કે ઇન્વેસ્ટમેન્ટ? મુંબઈમાં એક આવો જ મામલો સામે આવ્યો છે. હકીકતમાં 22 વર્ષ પહેલાં થયેલી ચોરીમાં પોલીસ ચોરીના થોડા દિવસોમાં જ મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પરંતુ કાનૂની અડચણોને કારણે આ પરિવારને સોનું (Gold) પરત મળતા 22 વર્ષ વીતી ચૂક્યા હતા. કોર્ટ હવે ફરિયાદીના પક્ષમાં પોતાનો ફેંસલો સંભળાવ્યો છે.
- એક સોનાનો સિક્કો, બે સોનાની બંગડી અને 100 ગ્રામ અને 200 મિલિગ્રામ વજનના બે સોનાની પાટની ચોરી થઈ હતી
- જ્યારે સોનું ચોરાયું હતું ત્યારે તેની કિંમત રૂ. 13 લાખ હતી, હાલ તેની કિંમત રૂ. 8 કરોડથી વધુ
હા, 1998માં પ્રખ્યાત ફેશન બ્રાન્ડ ચિરાગ દિનના માલિક અર્જન દાસવાણીના ઘરેથી એક સોનાનો સિક્કો, બે સોનાની બંગડી અને 100 ગ્રામ અને 200 મિલિગ્રામ વજનના બે સોનાની પાટની ચોરી થઈ હતી. ત્યારે તેમની કિંમત 13 લાખ રૂપિયા હતી. કોર્ટના આદેશ બાદ હવે આ સોનું અર્જનના પુત્ર રાજુ દાસવાણીને પરત કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનું કેટલુંક સોનું મળી આવ્યું હતું. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. આવી સ્થિતિમાં કોર્ટે તેની ધરપકડ ન થાય ત્યાં સુધી સોનાને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, ફરાર આરોપીઓ પકડાયા ન હોવાથી ફરીયાદીએ સોનું પાછું મેળવવા અરજી કરી હતી.