મુંબઈ: (Mumbai) શનિવારે (Saturday) મુંબઈના તારદેવ (Tardev) વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ (Bhatia hospital) પાસેની 20 માળની ઈમારતમાં (Apartment) ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આગના લીધે 2 લોકોના મોત (Death) થયા છે અને 19 લોકો ઘાયલ (Injured) થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના (BJP) અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે, જ્યારે મુંબઈના મેયરે કહ્યું કે, તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવી ઈજાગ્રસ્તોની સારવાર પર હાલ ફોક્સ કરવામાં આવી રહ્યું છે.
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે 6 વૃદ્ધોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની (Oxygen Support System) જરૂર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પર ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ધુમાડો ખૂબ જ વધારે છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ભાટિયા હોસ્પિટલ પાસે 20 માળની કમલા બિલ્ડિંગ આવેલી છે. આ રહેણાંક એપાર્ટમેન્ટમાં સવારે 7.28 વાગ્યે આગ લાગી હતી. કોલ મળતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર આગનું વિકરાળ રૂપ જોઈ સવારે 8.10 વાગ્યે તેને લેવલ 3 તરીકે જાહેર કરવામાં આવી હતી. વિભાગી અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે 13 ફાયર ટેન્કર અને 7 જમ્બો ટેન્કરોને લાવવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓ એટલી જોરદાર હતી કે તેને કાબૂમાં લેવા માટે અગ્નિશામકોને ઘણી મહેનત કરવી પડી હતી. મહામહેનતે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે.
આઈસીયુમાં દાખલ 3 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
આગની ઘટનામાં ઘાયલ 15ને ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 આઈસીયુમાં (ICU) અને 12 જનરલ વોર્ડમાં (General Ward) દાખલ (Admit) છે. તે જ સમયે, 4 ઘાયલોને નાયર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. નાયર હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે 2 લોકોને મૃત લાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે.