મુંબઈ: (Mumbai) ક્રિકેટ કિંગ સચિન તેંડુલકરની (Sachin Tendulkar) પત્ની અંજલિનો (Anjali) આજે એટલેકે 10 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. સચિને આ અવસરે મુંબઈની ગુજરાતી રેસ્ટોરન્ટ ઠાકર ભોજનાલયમાં ગુજરાતી ભોજન માણી પરિવાર સાથે જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. સચિને પત્નીના જન્મદિવસે મિત્રોને ગુજરાતી થાળીની (Gujarati Food) પાર્ટી આપી હતી અને સચિને એટલું પેટ ભરીને ગુજરાતી ભોજન ખાધુ હતું કે જમ્યા બાદ તેણે ફેસબૂક પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે ‘પત્નીના જન્મદિને સરસ ગુજરાતી થાળી માણી, તેના ગુજ્જુ જીન્સ મજબૂત છે પણ આટલું સરસ ભોજન જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા હતા!
સચિને મુંબઈના કાલબા દેવી વિસ્તારમાં આવેલા શ્રી ઠાકર ભોજનાલયમાં ગુજરાતી થાળી માણી હતી. મુંબઈમાં આ રેસ્ટોરન્ટ 1945થી કાર્યરત છે. સચિને ભોજન માણ્યા બાદ ફેસબૂકમાં તસવીરો મૂકી હતી જેમાં પત્ની અંજલિ, પુત્રી સારા, પરિવાર અને મિત્રો જોવા મળે છે. સચિને ગુજરાતી થાળી એટલી પેટ ભરીને જમી હતી કે જમ્યા બાદ તેણે લખ્યું કે આ ભોજન પચાવવા જેટલા મજબૂત અમે નથી. અમે જમ્યા પછી ઢીલાઢબ પડી જાઈએ છીએ. ફેસબૂક પોસ્ટમાં તેણે ગુજરાતીમાં ‘સરસ’ શબ્દ લખ્યો હતો. અને સાથે ગુજરાતીઓ ખુશ થઈ જાય તેવી વાત લખી હતી.
જણાવી દઈએ કે સચિને પત્ની અંજલિના જન્મદિવસ નિમિત્તે અન્ય પકવાનોનું આયોજન કરવાના બદલે ગુજરાતી પત્નીને ખુશ કરવા માટે ગુજરાતી વ્યંજનોની પાર્ટી મિત્રોને આપી હતી. સચિન પુત્રી સારા અને પત્ની અંજલિ સાથે મિત્રોને લઈને ગુજરાતી થાળી જમવા માટે પહોંચી ગયો હતો. સચિનની પત્ની ડૉ.અંજલિ તેંડુલકરે ગુજરાતી છે. બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે. સચિને આ પાર્ટી આપ્યા બાદ ફેસબૂકમાં એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે ‘પત્નીના જન્મદિને સરસ ગુજરાતી થાળી માણી, તેના ગુજ્જુ જીન્સ મજબૂત છે પણ આ ભોજન પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા હતા!