SURAT

સુરતના 12માં ધોરણના વિદ્યાર્થીએ પરીક્ષા વચ્ચે એવું ટ્વિટ કર્યું કે પકડવા માટે મુંબઈથી પોલીસ આવી

મુંબઈ: મુંબઈ (Mumbai) પોલીસે (Police) ગુજરાતના (Gujarat) ધોરણ 12ના વિદ્યાર્થીની (Student) ધરપકડ (Arrest) કરી છે, જેણે કથિત રીતે એક ટ્વિટ પોસ્ટ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરલાઇન અકાસા એરનું વિમાન નીચે પડી જશે. એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, ”ટ્વિટ બાદ ખાનગી એરલાઇને અહીં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 505 (જાહેરમાં ઉપદ્રવ ફેલાવતા નિવેદનો) અને 506(2) (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.”

18 વર્ષીય વિદ્યાર્થીએ ટ્વિટ કર્યું હતું કે, ”અકાસાએર બોઇંગ 737 મેક્સ નીચે પડી જશે.” એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, શહેર પોલીસે તપાસ દરમિયાન ગુજરાતમાં સુરતના ટ્વિટનું આઈપી એડ્રેસ શોધી કાઢ્યું હતું, જેના પગલે એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને 27 માર્ચે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોલીસને કહ્યું કે તેને વિમાન વિશે જાણવામાં રસ હતો અને તેને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટનાં પરિણામોનો ખ્યાલ નહોતો. અધિકારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ પોલીસને એમ પણ કહ્યું કે, તેનો ઈરાદો અરાજકતા સર્જવાનો ન હતો. એક દિવસની કસ્ટડી બાદ આરોપીને રૂ. 5,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે, તેની પરીક્ષાઓ ચાલી રહી હતી.

જાણકારી મળી આવી છે કે કેસ એરલાઇનના કર્મચારી એસ આર યાદવ (49) દ્વારા નોંધવામાં આવ્યો હતો, એરલાઇનના કર્મચારી એસ આર યાદવે આ મામલે કહ્યું હતું કે, મેં મારા મેનેજર આનંદ ચવ્હાણને ચેતવણી આપી હતી, જેમણે અકાસા એરલાઇનના ઇન્ટિગ્રેટેડ ઑપરેશનલ કંટ્રોલ સેન્ટર (IOCC) ના મોહિત રામચંદાનીને ઇમેઇલ દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ આ ઘટનાને લઈ હેડને ઇમેઇલથી જાણ કરવામાં આવી હતી.

આ મામલે એરલાઇનરના મુખ્ય સુરક્ષા અધિકારી નિલેશ મધુરવારે ડોમેસ્ટિક એરપોર્ટને એલર્ટ કર્યું હતું.  અને તેમને ધમકી આપવા માટે કેસ નોંધવામાં આવ્યો કે મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઇટ ડાઉન થશે. સુરતમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા વિદ્યાર્થીને ટ્રેક કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેણે કોઈ ખોટા સંદેશા મોકલ્યા નથી. જોકે આ સ્ટુડન્ટ પર ભારતીય દંડ સંહિતાની કલમ 505 (1) (B) (લોકોને ભય ફેલાવવાના હેતુથી) અને 506 (2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top