મુંબઈ: મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર ટિપ્પણી કરવા મામલે ભાજપ(BJP)ના પૂર્વ નેતા નુપુર શર્મા(Nupur Sharma)ને હવે મુંબઈ(Mumbai) પોલીસે(Police) સમન્સ(Summons) પાઠવ્યું છે. તેમણે 22 જૂન સુધીમાં હાજર થવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપે કાર્યવાહી કર્યા બાદ નુપુરે પોતાનું વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું હતું. તેણે દાવો કર્યો હતો કે ભગવાન શિવની સતત ઉપહાસ અને અપમાન થતા જોઈને તેણે આવી પ્રતિક્રિયા આપી હતી. નૂપુરે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેના નિવેદનથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે.
નૂપુર શર્માની સુરક્ષામાં વધારો
નુપુર શર્માનાં વિવાદાસ્પદ નિવેદન બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. જેન આ પગલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેણે સુરક્ષાની વિનંતી કરી હતી. જેથી દિલ્હી પોલીસે પ્રવક્તા નુપુર શર્મા અને તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવી છે.
નુપુર શર્માને વિશ્વ હિંદુ પરિષદનું સમર્થન
વિવાદમાં ઘેરાયેલા નુપુર શર્માને વિશ્વ હિંદુ પરિષદ (VHP)નું સમર્થન મળ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે નૂપુર શર્માનું નિવેદન સાચું છે કે ખોટું તે કોર્ટ નક્કી કરશે. VHP નેતાએ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના નૂપુરની ટિપ્પણી પર હિંસક વિરોધ પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કેટલાક લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. આલોક કુમારે કહ્યું કે કોર્ટના નિર્ણયની રાહ જોયા વગર સમગ્ર દેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, શું આ કાયદા હેઠળ થઈ રહ્યું છે. ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ પયગંબર વિશે કંઈ કહેશે તો જીભ કાપી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસ નુપુરની ટિપ્પણીઓ વિરુદ્ધ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધશે અને તેની તપાસ કરશે. તે પછી, કોર્ટ તેની સુનાવણી કરશે અને અંતે લોકોએ કોર્ટના નિર્ણયને સ્વીકારવો જોઈએ.
અરબ દેશોમાં કેટલાક ધાર્મિક જૂથોનો વિરોધ
અને કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોની તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે, ભાજપે એક નિવેદન બહાર પાડીને આ બાબતની સ્પષ્ટતા કરી છે. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની સખત નિંદા કરે છે.