મુંબઈ પોલીસ ગોવિંદાના સેલ્ફ મિસફાયર મામલે સંતુષ્ટ નથી. આજ કારણ છે કે પોલીસે ગોવિંદાની હોસ્પિટલમાં પૂછપરછ કરી છે. પુછપરછમાં અભિનેતાએ મિસફાયરના મુદ્દાને પુનરાવર્તિત કર્યો છે. જોકે પોલીસ એ હકીકતથી સંતુષ્ટ ન હતી કે ગોળી તેના પોતાના પર પોતાની ભૂલને કારણે ફાયર થઈ હતી.
મુંબઈ પોલીસે બુધવારે બોલિવૂડ એક્ટર ગોવિંદા (60)ની હોસ્પિટલમાં ગોળી વાગવા અંગે પૂછપરછ કરી હતી. ગોવિંદાને 1 ઓક્ટોબરના રોજ પગમાં ગોળી વાગી હતી. ગોળી ચલાવવામાં આવી ત્યારે તે કબાટમાં રિવોલ્વર રાખી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગોવિંદાના પગનું ઓપરેશન કરીને ગોળી કાઢી નાખવામાં આવી હતી. તે મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. તેની પત્ની સુનિતાએ જણાવ્યું છે કે ગોવિંદાને એક બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે.
બીજી તરફ જ્યારે જુહુ પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે ગોવિંદાએ પુનરોચ્ચાર કર્યો કે ગોળી ભૂલથી વાગી હતી. અભિનેતાએ પોલીસને જણાવ્યું કે રિવોલ્વર 20 વર્ષ જૂની છે. આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. પોલીસ ગોવિંદાના નિવેદનથી સંતુષ્ટ નથી અને ટૂંક સમયમાં તેની ફરીથી પૂછપરછ કરશે. પોલીસે ગોવિંદાની પુત્રી ટીના આહુજાનું નિવેદન પણ નોંધ્યું છે.
કેટલીક વિસંગતતાઓ સામે આવી
કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાની પૈરાનોઈય (માનસિક તકલીફની સ્થિતિ) નું કાઉન્સેલિંગ ચાલી રહી હતી. સવાલ એ છે કે તે લોડેડ રિવોલ્વર મુકવાની સ્થિતિમાં હતો? બીજી તરફ પોલીસનું કહેવું છે કે રિવોલ્વર 0.32 બોરની હતી જ્યારે જે બુલેટ કાઢવામાં આવી છે તે 9 એમએમની છે. 0.32 બોરની રિવોલ્વરમાં 9 એમએમની બુલેટ ન હોઈ શકે. એવી પણ ચર્ચા છે કે જો રિવોલ્વરનું સેફ્ટી લોક હોય તો ગોળી ચાલતી નથી. તો શું ગોવિંદા સેફ્ટી લોક વગર જ રિવોલ્વરને કબાટમાં મુકી રહ્યા હતા?
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમ માટે કોલકાતા જઈ રહ્યા હતા. ફ્લાઇટ 6 વાગ્યાની હતી. રિવોલ્વર કબાટમાં રાખતી વખતે તે મિસફાયર થઈ ગઈ અને તેને ઘૂંટણ નીચે ગોળી વાગી. તેને તરત જ અંધેરીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ગોળી બહાર કાઢવામાં આવી છે. તેની હાલત ખતરાની બહાર છે. ગભરાવાની જરૂર નથી.