Business

મુંબઈ કે દિલ્હી, દેશનું સૌથી મોંઘું શહેર કયું?: 2024નું લિસ્ટ જાહેર…

નવી દિલ્હી: દેશનું સૌથી મોંઘું શહેર કયું છે? દિલ્હી કે મુંબઈ?, કયા શહેરમાં જીવન નિર્વાહનો ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ સૌથી મોંઘું છે, તે અંગેનો સરવે કર્યા બાદ વર્ષ 2024ની યાદી બહાર પાડવામાં આવી છે. આ નવા લિસ્ટ અનુસાર ભારતનું સૌથી મોંઘું શહેર રાજધાની દિલ્હી નહીં પરંતુ મુંબઈ છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈ સૌથી મોંઘા શહેર તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે. મુંબઈએ દિલ્હી જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. મર્સર સર્વે 2024ના કોસ્ટ ઓફ લિવિંગના રિપોર્ટ અનુસાર એશિયામાં મુંબઈ પ્રથમ સ્થાને છે અને દિલ્હી બીજા સ્થાને છે.

ખર્ચ અને રહેવાની કિંમત બંનેની દ્રષ્ટિએ આ સૌથી મોંઘું શહેર છે. રેન્કિંગમાં મુંબઈ 6 સ્થાન ઉપર જ્યારે દિલ્હી 2 સ્થાન આગળ વધ્યું છે. મુંબઈ હવે સ્થળાંતર કરનારાઓ માટે એશિયામાં 21માં ક્રમે છે, જ્યારે સર્વેક્ષણ કરાયેલા સ્થળોમાં દિલ્હી 30માં ક્રમે છે.

મુંબઈ અને દિલ્હી ભારતના સૌથી મોંઘા શહેરો હોવા છતાં તેઓ વિશ્વના 30 સૌથી મોંઘા શહેરોમાં પણ આવતા નથી. હોંગકોંગ ફરી એકવાર રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં ટોચ પર છે.

મર્સરના 2024ના કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ અનુસાર, મુંબઈ વિશ્વમાં 136મા ક્રમે છે.  નવી દિલ્હી (164) 4 સ્થાનના વધારા સાથે, ચેન્નાઈ (189) 5 સ્થાનના ઘટાડા સાથે, બેંગલુરુ (195) 6 સ્થાનના ઘટાડા સાથે, હૈદરાબાદ (202) સ્થિરતા પર, પુણે (205) 8 સ્થાનના વધારા સાથે અને 4 સ્થાનના જમ્પ સાથે કોલકાતા (207) છે.

આ છે વિશ્વના 30 સૌથી મોંઘા શહેર
મુંબઈ ભલે ભારતનું સૌથી મોંઘું શહેર હોય પરંતુ તે વિશ્વના ટોચના 30 મોંઘા શહેરોમાં સામેલ નથી. વિશ્વનું સૌથી મોંઘું શહેર હોંગકોંગ છે. ત્યાર બાદ સિંગાપોર, ઝુરિચ, જિનીવા, બેસલ, બર્ન, ન્યૂ યોર્ક, લંડન, નાસાઉ, લોસ એન્જલસ, કોપનહેગન, હોનોલુલુ, સાન ફ્રાન્સિસ્કો, બાંગુઈ, દુબઈ, તેલ અવીવ, મિયામી, જિબુટી, શિકાગો, બોસ્ટન, એન’જામેના, વોશિંગ્ટન ડીસી, શાંઘાઈ, વિયેના, બેઇજિંગ, બેઇજન્સ્ટર, કોન, બેઇજિંગ અને સીનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top