મુંબઈ: (Mumbai) મુંબઈના સાંતાક્રુઝમાં રવિવારે એક હોટલમાં (Hotel) ભીષણ આગ (Fire) લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે. અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. પોલીસના જણાવ્યા અનુસાર આગ સાંતાક્રુઝની ગેલેક્સી હોટલમાં લાગી હતી. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી (Rescue) શરૂ કરાઈ હતી.
મહારાષ્ટ્રના મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક મોટી ઘટના બની છે. અહીની ગેલેક્સી હોટલમાં લાગેલી આગના કારણે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. મુંબઈ પોલીસ તરફથી આ માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 6 લોકોને બચાવી લેવાયા છે. અનેક ફાયરના જવાનો અને ફાયર ફાઈટક ઘટનાસ્થળે હાજર છે. લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે.
મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી હોટેલ ગેલેક્સીમાં બપોરે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હોટલ ગેલેક્સીના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સીડીની મદદથી કાચ તોડીને 6 લોકોને બચાવ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું છે કે 3 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે એવી પણ જાણકારી મળી છે.