મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ(Mumbai) સહિત થાણે અને પાલઘર(Thane and Palghar), રાયગઢ જિલ્લામાં(Raigad district) ભારે વરસાદ (heavy rain) પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત વસઈ-વિરારમાં (Vasai-Virar) પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા(Water logging) છે. જેમાં ખાસ કરીને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (Mumbai-Ahmedabad National Highway) પર ભારે વરસાદને કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે. વસઈમાં નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર ભરાઈ ગયેલા પાણીને કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ હોવાનું હાઈવે ટ્રાફિક કંટ્રોલે(Traffic control) જણાવ્યું હતું. હાઈવે પર લગભગ એક ફૂટ જેટલા પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. હજી સુધી હાઈવે પર ટ્રાફિક ખોરવાયો નથી. પરંતુ ટ્રાફિકની મુવમેન્ટ થોડી ધીમી પડી ગઈ છે.
ભારે વરસાદનાં મુંબઈની લાઈફ લાઈનને અસર
ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન(Local Train)ને અસર થઈ છે. સેન્ટ્રલ, હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનની ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી દોડી રહી હોવાનું ગર્વમેન્ટ રેલવે કંટ્રોલે જણાવ્યું હતું. આ ઉપરાંત વરસાદી માહોલ સાથે વિઝિબ્લીટી(Visibility) પણ ઘટી છે. વિઝિબ્લીટી ઘટતા વાહનચાલક હેડલાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. પશ્ચિમી ઉપનગરોથી મુંબઈ શહેરમાં આવતા પશ્ચિમ એક્સપ્રેસ વે(Western Expressway) પર ભારે ટ્રાફિક(Traffic Jam)ની ભીડ જોવા મળી રહી છે. ધીમી ગતિએ ચાલતા વાહનોને કારણે આજે ઘણાને કામ પર પહોંચવામાં મોડું થઈ રહ્યું છે.
24 કલાકમાં વરસાદથી કોઈ રાહત નહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ અંધેરી સબવે જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારો સિવાય, ક્યાંય પણ મોટા પાયે પાણી ભરાયાના અહેવાલ નથી. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે ટ્રાફિક માટે બંધ છે. સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો નીચે આવી જતાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.