મહારાષ્ટ્ર (Maharashtra)ના ચિપલૂન (Chiplun) શહેરમાં રાતોરાત ભારે વરસાદ (Heavy rain over the night)ને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા હતા. બસ ડેપો (Bus depot) પણ સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો. શહેરના રહેવાસીઓ (Citizen)એ તેમને સલામત સ્થળોએ સ્થાનાંતરિત (Migration) કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav thakrey)ની મદદ મેળવવા ટ્વિટર પર મેસેજ કર્યા હતા.
છેલ્લા કેટલાક કલાકોમાં મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. કેટલાક લોકોએ પરિસ્થિતિની તુલના 2005માં મુંબઈમાં આવેલા વિનાશક પૂર સાથે કરી હતી, જેમાં ઓછામાં ઓછા 450 લોકો મૃત્યુ પામ્યા હતા. ચિપલૂન શહેરમાંથી બહાર પાડવામાં આવતા ફોટા અને વીડિયોમાં આખું શહેર ડૂબી ગયેલું દેખાય રહ્યું છે. પાણીએ તમામ કાર અને ઇમારતોને કબજે કરી લીધી છે. ઘણા સ્થળોએ પાણી પહેલા માળ સુધી વધ્યું છે. તો કેટલાક વિસ્તારમાં લોકો તેમના ઘરોમાં ફસાયા છે.
સહાય અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે રત્નાગીરી જિલ્લામાં અતિશય વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ચિપલૂન શહેરમાં પાણી ભરાવાના કારણે હાઈવે પરનો ટ્રાફિક અટવાઈ ગયો છે, એનડીઆરએફની બે ટીમો મોકલવામાં આવી છે, ઉપરાંત કોસ્ટ ગાર્ડ્સ લોકોને બોટની મદદથી બચાવી રહ્યા છે, તંત્રે જાહેરાત કરી છે કે બચાવ કાર્યમાં કોઈ પણ પ્રકારની અછત રહેશે નહીં. અકોલામાં ક્લાઉડબર્સ્ટ જેવા વરસાદને લીધે કહેર સર્જાયો હતો, ફક્ત ત્રણથી ચાર કલાકના વરસાદથી જિલ્લાના લગભગ તમામ વિસ્તારમાં નદીઓના પાણી ભરાયા છે. લગભગ 2000 મકાનો ડૂબી ગયા હતા. આ વિનાશકે વરસાદ અને નદીઓમાં પૂરને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા છે, માટે તુરંત જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
જિલ્લા વહીવટીતંત્રની આ બચાવ કામગીરીમાં પણ ખામી નજરે પડે છે. નૌકાના તૂટક તૂટક બંધ થવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો છે. કેટલાક સ્થળોએ કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે ખેડૂતોના પશુઓએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો. ફુલેશ્વર, શાસ્ત્રી નગર અને અકોલા શહેરના નૂતન નગરમાં 4 થી 5 ફૂટ પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયું છે.
હાલ તો મુંબઈવાસી નસીબદાર છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આમાંના ઘણા લોકોને ઘર છોડવું પડ્યું હતું, અને ઘણા લોકો ઘરે ફસાયા છે. વહીવટીતંત્રે આગામી 2 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરીને લોકોને પણ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.