Entertainment

મુંબઈની ફિલ્મ સીટીમાં લાગી આગ, સીરિયલનું શુટિંગ ચાલી રહ્યું હતું ને એકાએક આગ ભભૂકવા લાગી

મુંબઈ: મુંબઈની (Mumbai) ફિલ્મ સીટીમાં (Film City) શુક્રવારના રોજ એક ભયાનક ઘટના ઘટી છે. જાણકારી મુજબ મુંબઈના ગોરાગાવમાં જયાં ફિલ્મ સીટી છે ત્યાં ભયાનક આગ (Fire) લાગી હતી. “ગુમ હે કિસી કે પ્યાર મે” સીરિયલના સેટ ઉપર આગ લાગી હોવાની જાણકારી મળી આવી છે. જે સમયે આગ લાગી તે સમયે સીરિયલનું શુટિંગ પણ ચાલી રહ્યું હતું. જો કે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ સીલિન્ડર બ્લાસ્ટ (Blast) થવાના કારણે લાગી હોવાની જાણકારી હાલ સામે આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લગભગ બપોરે 4 વાગ્યાના અરસામાં જયારે સીરિયલનું શુટિંગ ચાલી રહ્યું હતું તે સમયે સેટ પર આગ લાગી હતી. અહીં આજુબાજુ અન્યએક સીરિયલના સેટ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આગ ગોરેગાવમાં આવેલી ફિલ્મ સીટિના ગ્રાઉન્ડ ફલોર પર લાગી હતી અને જોતજોતામાં આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળ પર લગભગ 1 હજાર કરતા પણ વધારે લોકો હાજર હતા. અને ચોંકાવનારી વાત તો એ છે કે ઘટના સ્થળે આગ ઓલવવા માટેનું કોઈ સાધન ન હતું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ આગ સિલિન્ડર ફાટવાના કારણે લાગી હતી. અને આગ ખૂબ જ ઝડપી રીતે ફેલાઈ ગઈ હતી. આસપાસ તૈયાર કરેલા તમામ સેટો આગમાં હોમાઈ રહ્યાં હતા. સેટ પર હાજર એક વ્યકિતએ જણાવ્યું હતું કે આવી લાપરવાહી દરેક વખતે કરવામાં આવે છે. ગર્વમેન્ટ પાસેથી ધણીવાર ફાયર સેફટીના સાધનોની માગ કરવામાં આવી છે પણ આ અંગે કોઈ સુનાવણી કરવામાં આવતી નથી. આજે પણ ધટના સ્થળે આગ લાગ્યાના લગભગ 1 કલાક પછી ફાયર બ્રિગેટ ધટના સ્થળે આવી પહોંચી હતી. જો કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી સામે આવી નથી.

Most Popular

To Top