National

મુંબઈ ફાયર બ્રિગેડની ભર્તીમાં પોલીસે છોકરીઓ ઉપર કર્યો લાઠીચાર્જ

નવી દિલ્હી : મુંબઈમાં (Mumbai) ફાયર બ્રિગેડની (Fire Brigade) ભરતી પ્રક્રિયાને હવે રદ કરવાની માંગો ઉઠી રહી છે. મુંબઈના દહિસરમાં (Dahisar) મુંબઈ ફાયર બ્રગેડની ભર્તીમાં આવેલી ઉમેદવાર છોકરી (Girl) ઓ દ્વારા એવા આરોપો કરવામાં આવ્યા છે કે જે છોકરીઓની ઉંચાઈ સારી છે તેમને એન્ટ્રી આપવામાં આવી ન હતી. વધુમાં ઉમેદવાર છોકરીઓએ આરોપો લગાવતા કહ્યું હતું કે મુંબઈ ફાયર બ્રિગેડની ભર્તી પ્રક્રિયામાં ઉમેદવાર છોકરીઓની પાત્રતા પૂર્ણ અને યોગ્ય હોવા છતાં પણ તેમને તક આપવામાં આવી ન હતી. જેને લઇને તેઓ વિરોધ કરી રહી હતી. દરમ્યાન પોલીસ (Police) કર્મચારીઓ દ્વારા તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને પોલીસ અને છોકરી ઉમેદવારો વચ્ચે ભારે ચકમક ઝરી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે.

  • મુંબઈના દહિસરમાં, મુંબઈ ફાયર બ્રગેડની ભર્તીમાં આવેલી ઉમેદવાર છોકરીઓના આરોપ
  • મુંબઈ ફાયર બ્રિગેડમાં ઉમેદવારી માટે યોગ્ય પાત્રતા હોવા છતાં તક ન મળી
  • વિરોધ ચાલી રહ્યો હતો તે દરમ્યાન પોલીસે છોકરી ઉમેદવારો ઉપર લાઠી વરસાવી દીધી હતી

કુલ 910 ફાયરમેનની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે
શનિવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટ (ફાયર ડિપાર્ટમેન્ટ) ભરતી બોર્ડ મુંબઈએ ડિસેમ્બર 2022માં કુલ 910 જગ્યાઓ માટે ફાયર બ્રિગેડની ભરતીની પ્રક્રિયા હાથ ધરી હતી. લાયક ઉમેદવારોને અધિકૃત વેબસાઇટ mahafireservice.gov.in પર ઑનલાઇન અરજી કરવાની તક આપવામાં આવી હતી. આ પછી અરજદારોએ બાયોડેટા અને શૈક્ષણિક દસ્તાવેજો સાથે 13 થી 31 ડિસેમ્બર અને 1 થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન પસંદગીની પસંદગીમાં હાજરી આપવાની હતી.

છોકરીઓએ ભર્તી પ્રક્રિયામાં લગાવ્યા હતા ઘણા આરોપો
મુંબઈ ફાયરમેનની ભર્તી અને સિલેક્શન પ્રક્રિયામાં અનેક છીંડાઓ થયા હોવાના ઘંબાધા આરોપો છોકરીઓએ લગાવ્યા હતા. ઉમેદવારો તેમના જરૂરી ડોક્યુમેન્ટ સાથે લોક નેતા ગોપીનાથ મુંડે શક્તિ મેદાન (ભાવ દેવી મેદાન), જે. બી. સી.એન. શાળા પાસે, વિની ગાર્ડન સોસાયટીની સામે મંડપેશ્વર દહિસર (પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાયેલા વોકઈન ઈન્ટરવ્યુમાં પહોંચી હતી. પરંતુ ત્યાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. છોકરી ઉમેદવારરોના આરોપો મુજબ જે ઉમેદવાર છોકરીઓની ઉંચાઈ બરોબર હતી અને બીજી દરેક તૈયારીઓ પૂર્ણ હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જે ઉમેદવારોની ઉંચાઈ ઓછી હોઈ તેમને પણ પ્રવેશવા દીધી ન હતી. ઉમેદવારોએ અંદર જવાની કોશિશ કરી તે દરમ્યાન હાજર પોલીસ કર્મચારીઓનો રાસ્તો રોક્યો હતો,દરમ્યાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઝડપ થઇ ગઈ હતી.

Most Popular

To Top