Entertainment

રહેં ના રહેં હમ.. મહેકા કરેંગે.. લતા મંગેશકર પંચ મહાભૂતમાં વિલિન, ભાઈ અને ભત્રીજાએ આપ્યો અગ્નિદાહ

મુંબઈ: (Mumbai) રહેં ના રહેં હમ, મેહકા કરેંગે.. બનકે કલી બનકે સબાં બાગે વફા મેં.. મમતા ફિલ્મના આ ગીતથી પોતાના દરેક કાર્યક્રમની શરૂઆત કરનાર લતા મંગેશર હંમેશા તેમના ગીતોમાં મહેકતા રહેશે.. મેરી આવાઝ હી પહેચાન હૈ.. ગર યાદ રહે.. આ ગીત (Song) આજે તેમની ચીર વિદાયની ઘડીને પ્રતિત કરે છે ત્યારે મુંબઈના શિવાજી પાર્કમાં તેમને અંતિમ વિદાઈ અપાઈ છે. લતા મંગેશકર (Lata Mangeshkar) પંચ મહાભૂતમાં વિલિન થયાં. મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 7.16 વાગ્યે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર અને ભત્રીજા આદિત્ય મંગેશકરે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ (cremation) આપ્યો. આ દરમિયાન તેમની બહેનો ઉષાજી, આશાજી અને મીનાજી પણ હાજર હતા.

જાના થા હમ સે દૂર બહાને બના લિયે… અબ તુમને કિતની દૂર ઠિકાને બના લિયે, જાના થા હમ સે દૂર ………. રૂખ્સત કે વક્ત તુમને જો આંસૂ હમેં દિયે, ઉન આંસુઓં સે હમ ફસાને બના લિયે, અબ તુમને કિતની દૂર ઠિકાને બના લિયે, જાના થા હમ સે દૂર.. આજે લતાજીના લાખો કરોડો ચાહકોના મનમાં લતાજી દ્વારા ગાયેલું આ ગીત ગૂંજી રહ્યું છે. ત્યારે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહને શિવાજી પાર્ક ખાતે અંતિમ વિદાય આપવામાં આી હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતાદીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. લતા મંગેશકરના મૃતદેહ પરથી તિરંગો કાઢી લેવામાં આવ્યો હતો અને તિરંગો તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. 8 પંડિતો દ્વારા તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દરમ્યાન તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર અને ભત્રીજા આદિત્ય મંગેશકર દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા અંતિમ દર્શન
PM નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચીને લતા મંગેશકરના પાર્થિવ દેહને પોતાની અંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે લતાજીને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ પહોંચ્યા હતા. તેમણે લતાજીના પાર્થિવ દેહ પર ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લતાદીદીના શોકાતુર પરિવારજનોને પોતાની સાંત્વના પાઠવી હતી.

શિવાજી પાર્ક ખાતે અજીત પવાર, શરદ પવાર, પીયૂષ ગોયલ, ઉદ્ધવ ઠાકરે, અંજલિ-સચિન તેંડુલકર, આસુતોષ ગોવારીગર, શાહરુખ ખાન પદ્મીની કોલ્હાપુરી, શ્રદ્ધા કપૂર વેગેર લતા મંગેશકરની અંત્યેષ્ઠિમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પહેલાં લતા મંગેશકરના વિશાળ પોસ્ટર સાથે ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ સફરે નીકળ્યો હતો. તેમની આ આખરી સફરમાં સામેલ થવા હજારો લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા.

Most Popular

To Top