Business

મુંબઈની કંપનીએ સુરતમાં 510 કરોડમાં જમીન ખરીદી

સુરત (Surat): છેલ્લા કેટલાક વર્ષોથી મંદીમાં (Inflation) ધકેલાઈ ગયેલો સુરતનો રિઅલ એસ્ટેટના (Real Estate) ધંધામાં ફરી તેજી આવે તેવા એંધાણ મળી રહ્યા છે. મુંબઈના (Mumbai) રિઅલ એસ્ટેટના એક જાણીતા ગ્રુપ ફિનીક્ષ (Phoenix) દ્વારા સુરતમાં ઉધના મગદલ્લા રોડ વિસ્તારમાં 7.22 એક જગ્યા 510 કરોડમાં ખરીદવામાં આવી છે. આ જમીનના (Land) સોદાની (Deal) સુરતના રિઅલ એસ્ટેટમાં ભારે ચર્ચા છે.

  • મુંબઈમાં મોલ બનાવતી જાણીતી કંપની દ્વારા આ જગ્યા ખરીદવામાં આવી
  • આશરે એક લાખ ચો.ફુટ બાંધકામ કરાશે અને 2027માં બાંધકામ કરી દેવાશે
  • અમદાવાદ બાદ સુરતમાં આ કંપની મોલ બનાવશે અને વિવિધ બ્રાન્ડને ભાડે આપે તેવી સંભાવના

આ ગ્રુપ (Mall) મોલ બનાવવા માટે જાણીતું છે અને સુરતમાં પણ તે મોલ બનાવશે તેવું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં આ ગ્રુપનો બીજો મોલનો પ્રોજેક્ટ બનશે. જેમાં અવનવી બ્રાન્ડનો સામાન મળશે. મુંબઈના આ ગ્રુપ દ્વારા સુરતમાં ખરીદવામાં આવેલી જમીનની કિંમતમાં સ્ટેમ્પ ડ્યુટી પણ સામેલ છે. આ ગ્રુપ દ્વારા મોલ માટે એક લાખ ચો.ફુટ કરતાં વધુ બાંધકામ કરવામાં આવશે અને સંભવત: આગામી 2027 સુધીમાં આ તૈયાર થઈ જશે.

સુરતમાં થયેલા આ મોટા જમીન સોદામાં શરૂઆતમાં એવી ચર્ચા બહાર આવી હતી કે 150 કરોડમાં આ જગ્યાની ખરીદી કરવામાં આવી છે. પરંતુ જ્યારે આ કંપની દ્વારા સ્ટોક એક્ચેન્જમાં (Stock Exchange) પોતે કરેલી જમીનની ખરીદીની વિગતો રજૂ કરવામાં આવી ત્યારે આ જમીનનો સોદો 510 કરોડમાં થયો હોવાની જાણ થઈ હતી. જેને કારણે આ જમીન વારે દોઢ લાખના ભાવે વેચાઈ હોવાનું મનાઈ રહ્યું છે. મુંબઈમાં લોઅર પરેલ વિસ્તારમાં મોલ ધરાવતી આ કંપની ભારતભરમાં મોટાપાયે મોલ બનાવવા માંગી રહી છે અને બાદમાં મોલને ભાડે આપે છે. જે રીતે આ કંપની દ્વારા જમીનનો મોટો સોદો પાર પાડવામાં આવ્યો છે તે જોતાં આગામી દિવસોમાં સુરતમાં જમીનના ભાવ ઉંચકાઈ જશે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Most Popular

To Top