મુંબઈ: (Mumbai) મુંબઈના ડોમ્બિવલીમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. બિલ્ડિંગના 6 માળ પર આગ ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બચાવ ટુકડીઓએ સમયસર દરેકને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી અને જ્યાં આગ લાગી હતી તે છ માળ પરથી બધાને ખસેડી લેવાયા હતા.
ડોમ્બિવલી નજીક ખોની પલાવામાં શનિવારે બપોરે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન આગની ઘટનાઓ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી ગઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચાર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને 18માં માળ સુધી ફેલાઈ ગઈ હતી. ઇમારત હજુ બાંધકામ હેઠળ છે અને હાલમાં ફક્ત પ્રથમ ત્રણ માળમાં જ વસવાટ કરાઈ રહ્યું છે.