નવી દિલ્હી : ગઈકાલે મુંબઈ (Mumbai) પોલીસને લસ્કરે તૈયબાનો એક ઈમેલ મળ્યો હતો જેમાં ધાર્મિક જગ્યા એવી માઉન્ટમેરી ચર્ચમાં બૉમ્બ બ્લાસ્ટ (Bomb blast) કરવાની ધમકી આપવામાં આવી હતી.પણ હવે હદ તો ત્યારે થઇ કે કોઈ અજાણ્યા કોલરે હવે મુંબઈ નગરીમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાનો સીધો ફોન મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો. આજે 31 ડિસેમ્બર છે. નવા વર્ષની ઉજવણી પર જ આવી દહેશત ફેલાવતા કોલથી પોલીસ ચોકી ઉઠી હતી. જેથી હડકંપ મચી જવા પામ્યો છે. મુંબઈ પોલીસ એલર્ટ થઇ ચુકી છે અને આ નનામાં કોલ કરનારની શોધખોળ માં લાગી ગઈ. જેના માટે હવે મુંબઈ પોલીસ દ્વારા ટેક્નિકલ ટિમની પણ મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ટિમને આરોપી સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી હાલ આવો ફોન (Phone) કરીને જાન-માલને નુકશાન કરવાની દહેશત ફેલાવનારને પોલીસે હિરાસતમાં લઇ લીધા હોવાની પણ જાણકારી મળી છે.
- મહારાષ્ટ્રની ધબકતી લાઈફ કહેવાતા મુંબઈમાં ફરી એકવાર આતંકીઓના નિશાન ઉપર
- મુંબઈ પોલીસને ફોન પર ધમકી મળી હતી,મારી પાસે આરડીએક્સ પણ છે તેવું કહ્યું હતું
- નશાની હાલતમાં મુંબઈ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર યુવકે પોલીસ સ્ટાફને દોડતો કરી મુક્યો હતો
આ વ્યકિતએ નશાની હાલતમાં ફોન કર્યો હતો
મહારાષ્ટ્રની ધબકતી લાઈફ કહેવાતા મુંબઈમાં ફરી એકવાર આતંકીઓના નિશાન ઉપર છે. ત્યારે મુંબઈ પોલીસને બ્લાસ્ટની ધમકી મળી છે. વાતની હકીકત એવી છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ગઈકાલે રાત્રે 31 ડિસેમ્બરે શહેરમાં વિસ્ફોટની ચેતવણીનો કોલ મળ્યો હતો. ફોન કરનારે પોતાને અઝહર તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તે યુપીનો છે અને તેની પાસે હથિયાર અને આરડીએક્સ છે. તપાસમાં જાણવા મળ્યું કે નરેન્દ્ર કાવલેએ નશાની હાલતમાં ફોન કર્યો હતો. આ પછી આ યુવકની ધરપકડ કરવામાં આવી અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
મુંબઈના માઉન્ટમેરી ચર્ચને પણ બૉમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો હતો
આજે 31 ડિસેમ્બરના સેલિબ્રેશનમાં આખું વિશ્વ થનગની રહ્યું છે ત્યારે ભારતની આર્થિક રાજધાનીમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી મળી હોવાથી સનસની ફેલાઈ ગઈ હતી અને ત્યાર બાદ પોલીસની ટીમે જરાક પણ ઢીલાસ ભર્યું વાર્તન દાખવ્યું ન હતું અને એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મુંબઈના માઉન્ટમેરી ચર્ચને પણ બૉમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ભયનો માહોલ હતો.અને હવે મુંબઈમાં બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ દોડતી થઇ હતી.જોકે ગઈ કાલે જે ઈમેલ આવ્યો હતો એ આંતંકી સંઘઠન તરફથી મોકલાયો હતો જયારે 31 ડિસેમ્બરના રોજ મુંબઈમાં બ્લાસ્ટ કરવા માટે ફોન કરનારો એક સ્થનિક મુંબઈ વાસી હોવાનું બહાર આવ્યું છે જેણે ખુબ નશો કરી કંટ્રૉલ રૂમમાં ફોન કરી પોલિસ તંત્રને દોડતું કરી દીધું હતું.
ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની આતંકવાદીઓની યોજના
મુંબઈનું માઉન્ટ મેરી ચર્ચ અત્યંત પૌરાણિક અને -સાંસ્કૃતિક ઓળખ ભારત ભરમાં ધરાવે છે. ભારતીય સંસ્કૃતિના સાક્ષી એવા માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકીના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મુંબઈ હંમેશા આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. પરંતુ અત્યાર સુધી હોટલ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ જેવી જગ્યાઓ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હતી. પરંતુ હવે મુંબઈમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની આતંકવાદીઓની યોજના સામે આવી છે. આ ધમકીભર્યા મેલને લઈને મુંબઈ પોલીસને એલર્ટ કરવામાં આવી છે.