Entertainment

કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ આવતા બોલીવુડમાં હડકંપ

મુંબઈ: (Mumbai) બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર (Kareean Kapoor) તથા અમૃતા અરોરા (Amruta Arora) બંને કોરોના સંક્રમિત થયા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરીના તથા અમૃતા અરોરા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. હાલમાં બંને સાથે પાર્ટી એન્જોય કરતાં જોવા મળ્યા હતા. કરીના તથા અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ બોલિવૂડ સેલેબ્સે ચિંતામાં મૂકાઈ ગયા છે. કરીના તથા અમૃતાના સંપર્કમાં આવનારા તમામ લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ BMC (બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આપ્યા છે. બીએમસીએ (BMC) એ તમામ લોકોને ટ્રેક કરી રહ્યા છે, જે છેલ્લાં કેટલાંક સમયથી કરીના-અમૃતા સાથે પાર્ટીમાં (Party) હતાં.

બીએમસી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કરીના કપૂર અને અમૃતા અરોડા સુપર સ્પ્રેડર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મિત્ર છે અને બોલીવુડના અનેક સિતારાઓ સાથે સતત તેની મુલાકાત થતી રહે છે. સાથે બંને અભિનેત્રીઓ પાછલા દિવસોમાં બોલીવુડની ઘણી પાર્ટીઓમાં સામેલ થઈ ચુકી છે. તેના સંપર્કમાંથી કેટલીક અન્ય હસ્તીઓનો રિપોર્ટ આજે આવી શકે છે. બંને અભિનેત્રી પોઝિટિવ આવ્યા બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. બીએમસી તરફથી તેના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે કરીના કપૂર અને અમૃતા અરોડા સિવાય કરિશ્મા કપૂર, મલાઇકા અરોડા હંમેશા પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. તેવામાં તેના સંપર્કમાં આવેલા અન્ય બોલીવુડ સ્ટાર્સ પણ સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

તાજેતરમાં જ કરિના અને અમૃતા બન્ને અભિનેત્રીઓ પોતાના દોસ્તોની સાથે કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરતા કેટલીય પાર્ટીઓ એટેન્ડ કરતી દેખાઇ હતી. ગયા અઠવાડિયે, કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા મલાઈકા અરોરા અને કરિશ્મા કપૂર સાથે રિયા કપૂરના ઘરે તેમના મિત્રો અને ભાઈ-બહેનો સાથે ક્રિસમસ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ સાથે બંનેએ ભૂતકાળમાં કરણ જોહરના ઘરની પાર્ટીમાં પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ પણ હાજર રહ્યા હતા. કરીના કપૂરે પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, મસાબા ગુપ્તા પણ હતા. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે 7 ડિસેમ્બરે યોજાઈ હતી.

Most Popular

To Top