National

શાહરૂખને મળવા માટે તેના દિકરાએ પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, જાણો આર્યને શું કહ્યું..

મુંબઈ: (Mumbai) ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત આઠ આરોપીઓ 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. એનસીબીની પૂછપરછમાં આર્યન ખાને ખુલાસો કર્યો છે કે, વ્યસ્ત શેડ્યૂલના કારણે તેણે પોતાના પિતાને મળવા માટે મેનેજર પૂજા પાસે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.

આજકાલ શાહરૂખ ખાન આગામી ઘણા પ્રોજેક્ટ્સ પર એક સાથે કામ કરી રહ્યો છે. જેના કારણે હાલના દિવસોમાં તેમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. આ સ્થિતિમાં, તેમના બાળકોએ પણ તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આર્યને પૂછતાછ દરમ્યાન એનસીબીને એમ પણ કહ્યું છે કે, તેણે વિદેશથી ફિલ્મ નિર્માણનો કોર્સ કર્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આર્યને જણાવ્યું હતું કે, તેના પિતા હાલમાં અનેક ફિલ્મોનું શૂટિંગ એક સાથે કરી રહ્યા છે. તેથી ખૂબજ વ્યસ્ત છે. આર્યને કહ્યું કે, શાહરૂખ તેમની આગામી ફિલ્મ ‘પઠાણ’ (Film Pathan) માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ‘પઠાણ’માં પોતાના રોલ માટે તેમણે ઘણા કલાકો સુધી મેકઅપમાં રહેવું પડે છે.

સોનાની થાળીમાં જમનાર શાહરૂખનો દિકરો આવું ભોજન ખાઈ રહ્યો છે

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની કસ્ટડીમાં જમવા બાબતે કોઈ ખાસ સુવિધા મળી રહી નથી. એમ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, જમવા માટેની ખાસ સુવિધા માટે કોર્ટ પાસેથી વિશેષ પરવાનગી લેવી પડશે. પોતાના ઘરે સોનાની થાળીમાં જમનાર આર્યન કસ્ટડીમાં એનસીબીની મેસમાં બનેલો ખોરાક ખાઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, આર્યન ખાન પણ તપાસમાં પોલીસને સહકાર આપી રહ્યો છે અને તપાસ અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. તેણે પોલીસને 4 પાનાનું લેખિત નિવેદન પણ આપ્યું છે. પોલીસ કથિત રીતે પકડાયેલા લોકોની રૂબરૂ પૂછપરછ કરી રહી છે. સોમવારે અહેવાલ આવ્યો હતો કે, આર્યન ખાને છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સ લેતો હોવાની કબૂલાત કરી હતી. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસ જાણવા માંગે છે કે આર્યન અને અરબાઝ ડ્રગ પેડલર્સ સાથે કેટલા સમયથી સંપર્કમાં હતા અને આ કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલિંગ રેકેટ સામેલ છે કે કેમ.

Most Popular

To Top