National

મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓએ 12 કિલો સોનું લઈ જતા સુડાનના પ્રવાસીને દબોચ્યો

મુંબઈ: (Mumbai) મુંબઈ એરપોર્ટ (Airport) પરથી મોટી માત્રામાં સોનું પકડાયું છે. લગભગ 12 કિલો સોનું તસ્કરી (Gold Smuggling) કરી લઈ જવામાં આવી રહ્યું હતું. કસ્ટમ અધિકારીઓએ (Custom Officers) મુંબઈ એરપોર્ટ પર સુડાનના એક મુસાફરની ધરપકડ કરી છે. તેની પાસેથી 12 કિલો સોનું મળી આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફર સોનાને તેના બેલ્ટમાં (Belt) છુપાવીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે તપાસ દરમ્યાન તે પકડાઈ ગયો હતો. સોનાની કિંમત 5.38 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીના પકડાઈ ગયા બાદ તેના સહ-યાત્રીઓએ પણ તેને બચાવવા માટે એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો. જોકે પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવાઈ હતી. આ પછી પૂછપરછના આધારે અધિકારીઓએ છ મુસાફરોને કસ્ટડીમાં લીધા છે. અને છને પરત મોકલી દેવામાં આવ્યા છે.

આ પહેલા મુંબઈ એરપોર્ટ પર કોકેઈન પકડાયું હતું, પેટમાં લઈ જવાતી હતી કેપ્સુલ
મુંબઈ એરપોર્ટ પર આ પહેલા કસ્ટમ્સ વિભાગે અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતમાં કોકેઈનની દાણચોરીનો પ્રયાસ કરી રહેલા ઘાનાના એક મુસાફરની ધરપકડ કરી હતી. તેણે આ દવાને પેટમાં 87 કેપ્સ્યુલ્સ દ્વારા છુપાવીને રાખી હતી. કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે પેસેન્જર પાસેથી જપ્ત કરાયેલા 1,300 ગ્રામ કોકેઈનની કિંમત 13 કરોડ રૂપિયા છે. આ ઘટના 28 ઓગસ્ટના રોજ બની હતી. જ્યારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરને શંકાસ્પદ લાગતા રોકીને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Most Popular

To Top