કામરેજ: મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahmedabad) નેશનલ હાઈવે 48 પર કામરેજ નજીક મુસાફરોથી (Passengers) ભરેલી એક વોલ્વો (Volvo) બસમાં (Bus) આગ લાગી ગઈ હતી.બનાવને પાગલે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો.સ્થનિકો (Locals) એ ઘટનાની ગભીતરતા સમજીને નજીકના ફાયર વિભાગને સૂચિત કરતા ત્વરિત આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા
શુક્રવારે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં બીએનબી સ્કૂલની સામે આગ લાગવાનો એક બનાવ બન્યો હતો. બપોરના સમયે મુંબઈથી સુરત જતી વોલ્વો બસમાં એન્જિનના ભાગે અચાનક જ ધુમાડા નીકળ્યા હતા. બસના ચાલકે ઘટનાની ગંભીરતા સમજીને બસને એક સાઈડ ઉપર ઉભી રાખી હતી.અને બસમાં બેસેલા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા.બસમાં લાગેલ આગને પગલે હાઇવે ઉપર ટ્રાફિક થોડી વાર માટે જામ થઇ ગયો હતો. ત્યારબાદ ઘટનાને પગલે સ્થાનિકો પણ તુરંત મદદે દોડી આવ્યા હતા. તેઓએ નજીકના ફાયર વિભાગને આગ અંગે સૂચિત કરી દીધા હતા.
આગ ઉપર તુરંત કાબુ મેળવાયો : જાનહાનિ ટળી ગઈ
સદનસીબે ઘટનાને લઇને કોઈ પણ જાનહાનિ થઇ ન હતી તેવી જાણકારી ફાયર વિભાગના સૂત્રોએ આપી હતી.વધુમાં સૂત્રોએ જાણાવ્યું હતું કે,બસમાં બેસેલા ચાર મુસાફરો તેમજ ડ્રાઈવર અને કલીનરને બસમાંથી સમયસર ઉતારી લેવાયા હતા. ત્યારબાદ એન્જિનને ચેક કરવા જાય તે પહેલા આગે એકાએક વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. જોકે સ્થાનિકોની સમયસૂચકતા અને ફાયરવિભાગની મદદથી કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. મુસાફરોએ પણ તેને લઇ હાશકારો અનુભવ્યો હતો. વધુમાં સ્કૂલમાંથી ફાયર વિભાગે એક્સ્ટિંગ્યુસર લાવી આગને કાબુમાં લઈ લીધી હતી અને મુસાફરોના જીવમાં પણ જીવ આવ્યો હતો.