મુંબઈ: મહારાષ્ટ્રના (Maharastra) થાણે જિલ્લામાં મંગળવારે એક ભયાનક રોડ અકસ્માત (Road Accident) થયો હતો. આ અકસ્માતમાં એક કંટેનર ટ્રકે (Truck) એક જીપને (Jeep) ટક્કર મારી હતી જેમાં 6 લોકોનાં મોત (Death) જ્યારે અન્ય 3 લોકો ઘાયલ (Injured) થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) અકસ્માતનાં સ્થળે પહોંચી હતી. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
એક પોલીસ અધિકારીએ અકસ્માતની જાણકારી આપતા કહ્યું હતું કે આ દુર્ઘટના ભિવંડી તાલુકાાન પડઘા વિસ્તારમાં ખડોલીમાં ભારે વરસાદમાં સવારે 6 વાગ્યે થયો હતો. વધારામાં તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 6 લોકોનાં મોત જ્યારે જીપ ચાલક સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત થતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યાં હતા. ઘાયલ તમામને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે મૃતક 6 લોકોનાં મૃતદેહને પણ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જાણકારી મળી આવી છે કે રોંગ સાઈડ આવી રહેલા ટ્રકે જીપને ટક્કર મારી હતી જેનાં કારણે જીપ 100 મીટર દૂર સુધી ઘસડાઈની પલટી મારી ગઈ હતી.