Business

શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, SIP અને ડીમેટ એકાઉન્ટની સંખ્યામાં અનેકગણો વધારો

નવી દિલ્હી(NewDelhi): હાલમાં શેરબજારમાં (Sensex) ઘણો ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. જો કે તેમ છતાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી (SIP) અને ડીમેટ એકાઉન્ટ્સની (DematAccounts) વધતી સંખ્યા સૂચવે છે કે રોકાણકારો (Investors) ભારતીય શેરબજારમાં વિશ્વાસ ધરાવે છે. મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ, કંપનીઓની સારી કમાણી, રાજકીય સ્થિરતા અને ફુગાવામાં (inflation) મધ્યસ્થતા જેવા મહત્ત્વના પરિબળોએ રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

  • જાન્યુઆરીમાં 51.84 લાખ રોકાણકારોએ નવી એસઆઈપી શરૂ કરી, વાર્ષિક ધોરણે એસઆઈપીમાં રોકાણકારોની સંખ્યા 128.9 ટકા વધી
  • એક વર્ષમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા 11.05 કરોડથી વધીને 14.39 કરોડ પર પહોંચી

એક્સપર્ટ્સ માને છે કે ટૂંકા ગાળાની વધઘટ છતાં બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે. તેને લાંબા ગાળાની આશાસ્પદ સંભાવનાઓ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) તરફથી સમર્થન દ્વારા ટેકો આપવામાં આવશે.

એસઆઈપીનો ક્રેઝ કેટલો વધ્યો છે?
જાન્યુઆરીમાં 51.84 લાખથી વધુ રોકાણકારોએ એસઆઈપી શરૂ કરી હતી, જે ડિસેમ્બરના 40.33 લાખ કરતાં લગભગ 28.5 ટકા વધુ છે. વાર્ષિક ધોરણે 128.9 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ડિસેમ્બર 2023માં કુલ એસઆઈપી ખાતાની સંખ્યા રૂ. 7.64 કરોડથી વધીને રૂ. 7.92 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2022માં 2.66 કરોડ નોંધણી અને નાણાકીય વર્ષ 2023માં 2.51 કરોડ નોંધણી થઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 9 મહિનામાં આ આંકડા પાછળ રહી ગયા હતા અને 3.36 નોંધણી થઈ હતી.

ડીમેટ ખાતા પણ વધ્યા
એસઆઈપી ખાતાઓની જેમ ડીમેટ ખાતાની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી છે. મોટી સંખ્યામાં રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરવા ડીમેટ ખાતા ખોલાવ્યા છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ (CDSL) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર જાન્યુઆરીમાં નવા 46.84 લાખ ડીમેટ એકાઉન્ટ્સ ખુલ્યા હતા જ્યારે ડિસેમ્બર 2023માં 40.94 લાખ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. ડીમેટ ખાતાની કુલ સંખ્યા ડિસેમ્બરના 13.92 કરોડથી વધીને જાન્યુઆરીમાં 14.39 કરોડ થઈ છે, જે જાન્યુઆરી 2023માં આ આંકડો 11.05 કરોડ હતી. એક વર્ષમાં 3 કરોડથી વધુ એકાઉન્ટ ખુલ્યા છે.

ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવરે નવો રેકોર્ડ બનાવ્યો
કેશ અને ડેરિવેટિવ્ઝ બંને સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર પણ જાન્યુઆરીમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. જાન્યુઆરીમાં રોકડ સેગમેન્ટ સતત બીજા મહિને રૂ. 1.2 લાખ કરોડથી વધુ રહ્યું હતું. એક્સિસ સિક્યોરિટીઝના વિશ્વેષક રાજેશ પાલવિયા કહે છે કે ડીમેટ ખાતાઓની વધતી સંખ્યા અને એસઆઈપીમાં વધારો એ ભારતીય અર્થતંત્રમાં વધતો વિશ્વાસ સૂચવે છે. શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળાને કારણે અગાઉ જે લોકો બાજુ પર હતા તેઓ પણ હવે શેરોમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ઘણા PSU શેરના મજબૂત પ્રદર્શને પણ શેરોમાં રોકાણકારોનો રસ વધાર્યો છે.

Most Popular

To Top