Vadodara

શહેર-જિલ્લાની એક નેશનલાઇઝ બેંકમાં ચાલતુ કરોડોનું લોન કૌભાંડ

વડોદરા: વડોદરા શહેર સહિત જિલ્લામાં લોન અપાવવાના બહાને કરોડોનું મેનેજરો, વચેટિયાઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેમાં મોટાભાગે ઓછુ ભણતર ધરાવતા અભણ સરકારી કચેરીઓના વર્ગ-4ના કર્મચારીઓ સહિતના લોકોને ભોગ બનાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તકેદારી સાથે ઉંડાણપૂર્વક તપાસ કરાય મસમોટા કૌભાંડનો પર્દાફાશ અને મેનેજર સહિત વચેટિયાઓની કરતૂતોની પર્દાફાશ થાય તેમ છે.

વડોદરા શહેર જિલ્લાના એક નેશનલાઇઝ બેન્કને મેનેજર અને એજન્ટની જોડીએ ઘણા બધા લોકોને તેમની મિલકતની કિમત કરતા વધારે લોન અપાવવાની લાલચ આપીને કરોડો ખંખેરી લીધા છે. બંને મહાઠગોને વારસીયાના એક વેપારી પણ ભોગ બન્યા છે જેમાં તેમના મકાનના રિનોવેશન માટે લાખોની લોન મંજૂર તો કરાવી હતી પરંતુ બારોબાર મસમોટી રકમ ચાઉ કરી નાખતા વેપારીએ પોલીસની મદદ માગી પણ નહી મળતા ન્યાય માટે કોર્ટના દ્વારા ખખડાવ્યા છે.

તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેવીમાં એવી વિગત છે કે શહેરના વારીસયા રિંગ રોડ પર રહેતા વેપારી અનાજ કરીયાણાની દુકાન ધરાવે છે. વડોદર જિલ્લાના એક નેશનલાઇઝ બેન્કમાં મેનેજર અને એજન્ટ સાથે વેપારીનો સંપર્ક થયો હતો. બંને ભેજાબાજોએ વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. તેમને તેમના મકાનના રિનોવેશનનના નામે લાખોની રિનોવેશનન લોન બે નંબરમાં સેટ કરી અપાવવાની લાલચ આપી હતી. જેના માટે તેઓ મકાનના ડોક્યુમેન્ટસ માગ્યા હતા.

ત્યારબાદ તેમના મકાનના દસ્તાવેજ પર બંને ભેજાબાજોએ 30 લાખની લોન મંજૂર કરાવવા માટે મૂકી હોવાનું જણાવ્યું હતું લોન મંજૂર થઇ ગઇ હોવા છતાં તેઓ પુરાવા બતાવતા ન હતા કે બેન્કમાં લોનની રકમ પણ જમા થઇ ન હતી. જેથી વેપારીઓ પોતાની સાથે છેતરપિંડીની થઇ હોવાની ફરિયાદ વારસીયા, વાઘોડિયા અને સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ હદનો વિવાદ કાઢીને તેમને ધક્કા ખવડાવવામાં આવતા હતા. પરંતુ એફઆઇઆર લીધી ન હતા. બંને ભેજાબાજો દ્વારા લાખોની લોન મંજૂર કરવાની બારોબારો ઉપાડી લીધી હતી. રસુલાબાદ, મંજૂસર, સાવલી બ્રાન્ચમાં 2017 થી 2021માં મંજૂર થયેલી લોનની તપાસ કરાય તો બેંકની પોલ ખૂલે અને સત્ય હકીકત બહાર આવે.

વડોદરા શહેર-જિલ્લામાં ઘણા બધા લોકોને લોન અપાવવાના બહાને છેતરવામાં આવ્યા હતા
બેન્કના મેનેજર અને એજન્ટ સાવંત માસ્ટર માઇન્ડ છે જ્યાં નોકરી કરે ત્યાં આ રીતના લોકો સાથે તેમની મિલકતના વેલ્યુએશન કરતા વધુ રકમની લોન અપાવાની મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરતા હોય છે. વડોદરા શહેર જિલ્લામાં ઘણા બધા લોકોને ભેજાબાજોએ વેપારી સિવાય ઘણા બધા લોકો સાથે પણ લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરી લાખો ખંખેરી લાધી હતા.

વારસીયા, સિટી અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં હદનો વિવાદ ઉભો કરી ફરિયાદ ન લીધી
વારસીયા વિસ્તારમાં રહેતા વેપારીએ પોતાના સાથે થયેલી લાખોની ઠગાઇ બાબતે વારસીયા, સિટી અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હદનો વિવાદ ઉભો કરીને વેપરીની એફઆઇઆર નોંધી ન હતી અને ધક્કા ખવડાવ્યા હતા. જેના કારણે તેઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરતા ત્યાંથી અરજીની તપાસ કરીને એફએફઆઇ દાખલ કરવા માટે જણાવ્યું છે.

અગાઉ બેન્ક મેનેજર સામે અગત્યના દસ્તાવેજો અને કાગળો સાથે ચેડા કર્યાની ફરિયાદ નોંધાઇ હતી
નેશનલાઇઝ બેન્કના મહાઠગ મેનેજરે એજન્ટ સાવંત સાથે મળીને અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે. તાજેતરમાં જ સયાજીગંજ શાખામાં અગત્યના દસ્તાવેજો અને કાગળો સાથે ચેડા કર્યા હોવાની અરજી બેન્ક મેનેજર સામે અરજી થઇ હતી. જેના કારણે તેની બદલી કરી દેવામાં આવી હતી ઉપરાંત બેન્ક મેનેજરે પોતે રાજીનામુ પણ આપી દીધું હોવાનું બહાને કાઢીને એક નિર્દોષ વ્યક્તિ પાસેથી હજાર રૂપિયા પડાવી લીધા હતા.

Most Popular

To Top