સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે અયોધ્યામાં ( AYODHAYA) રામ મંદિર નિર્માણ માટે 11 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે ઇતિહાસની કેટલીક ઘટનાઓ વિશે મીડિયાએ પૂછ્યું ત્યારે અપર્ણાએ કહ્યું કે, મેં સ્વેચ્છાએ દાન આપ્યું છે. મારા પરિવારે જે કર્યું છે તેની જવાબદારી હું લઈ શકતી નથી. ભૂતકાળ ક્યારેય ભવિષ્યની સમાન ન હોઈ શકે.
તમિલનાડુના એક મુસ્લિમ ઉદ્યોગપતિએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એક લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે જે લોકોએ દાન આપ્યું છે, તેમાં ગરીબ લોકો અને રોજિંદા કમાનારા જેવા નાના વેપારીઓ શામેલ છે. વિશ્વ હિન્દુ પરિષદના રાજ્ય સંગઠન સચિવ એસ.વી. શ્રીનિવાસન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (એસઆરજેટીકે) ની સ્થાપના કરી છે. 10, 100 અને 1000 રૂપિયાના કુપન્સ મંદિરના નિર્માણમાં દાન માટે બનાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો દાન આપવા આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે જેની પાસે જઇ રહ્યા છીએ તે ઉદારતાથી દાન આપી રહ્યા છે.”
જ્યારે હિન્દુ મુન્નાની સભ્યો અને એસઆરજેટીકેના સ્વયંસેવકો ડબલ્યુ એસ હબીબ પાસે ગયા, ત્યારે તેઓએ રૂ.1,00,008 નો ચેક આપી દીધો હતો. પ્રોપર્ટી ડેવલપર હબીબે મીડિયાને કહ્યું, “હું મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવા માંગુ છું. આપણે બધા ભગવાનનાં બાળકો છીએ. આ માન્યતા સાથે મેં ભંડોળ દાન કર્યું છે.” તેમણે કહ્યું કે તેને જોઈને દુખ થાય છે કે કેટલાક વર્ગ મુસ્લિમોને હિન્દુ વિરોધી કે દેશ વિરોધી ગણાવે છે. હબીબે કહ્યું કે સારા કામ માટે દાન આપવામાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું કે, હું બીજા કોઈ મંદિરને દાન કરતો નથી પરંતુ રામ મંદિર અલગ છે, કારણ કે દાયકાઓ જુનો અયોધ્યા વિવાદ સમાપ્ત થયો છે.